રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપાના વર્ગ-2ના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ

04:10 PM Jul 15, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કમિશનર વિભાગમાંથી 47 દરખાસ્ત રજૂ કરવામાં આવી, કર્મચારીઓને આર્થિક તબીબી સહાયની સૌથી વધુ દરખાસ્ત

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતિકાલે મળનાર છે. કમિશનર વિભાગમાંથી અલગ-અલગ ખર્ચની 47 દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ કર્મચારીઓને આર્થિક તબીબી સહાય મંજૂર કરવાની છે.તે સિવાયની દરખાસ્તમાં મહાનગરપાલિકામાં 7માં પગાર પંચ મૂજબના પગાર ધોરણના લેવલ 9માં વર્ગ-2માં ફરજ બજાવતા અધિકારીઓને સળંગ નોકરીના 12 વર્ષ થાય હોય તે મુજબના કર્મચારીઓને સાતમાં પગાર પંચના પગાર ધોરણના લેવલ 11 મુજબ વધારો કરવામાં માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આથી તમામ દરખાસ્ત આવતિકાલની સ્ટેન્ડિંગમાં સંભવત મંજૂર કરવામાં આવશે.

મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 47 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે પૈકી વર્ગ-2ના કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવા માટેની દરખાસ્ત તેમજ વોર્ડ નં.4માં ખોડલરાજ રીયલ હોમમાં ડી.આઇ.પાપલાઇન નાખવાનો રૂા.9.3 લાખનો ખર્ચ મંજૂર કરવા તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે 50 હોર્સ પાવરથી નાના ફન્ટ એન્ડ લોડર વીથ બેકહો વાહન નંગ 4 ખરીદ કરવા તથા અલગ-અલગ વિસ્તારોમાં ટીપી રોડને લાગૂ રસ્તાઓનું પેવરીંગ કામ કરવા તથા માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ કરવા તેમજ વોર્ડ નં.7 અને 14માં પાર્ટ ટાઇમ સફાઇ કામદારોની કોન્ટ્રાક્ટની મુદ્તમાં વધારો કરવા સહિતની દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

વર્ગ-3 અને 4ના અવસાન પામનાર કર્મચારીઓને સહાયમાં વધારો
મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ-3 તેમજ વર્ગ-4ના ફ્કિસ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય અત્યાર સુધી રૂા.7 લાખ ચૂકવવામાં આવતી હતી. જેમાં વધારો સૂચવામાં આવ્યો છે. આથી હવે તમામ આશ્રિત કુટુંબને 14 લાખની સહાય મળવાપાત્ર છે. જેની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવી છે.

મનપાના 18 ડ્રાઇવરનો લઘુતમ વેતનમાં થશે સમાવેશ
મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા સંચાલિત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર શાખા માટે વપરાશ થતા વાહનોના ડ્રાઇવરોને મેનપાવર સપ્લાયના ત્રિવાર્ષિક કોન્ટ્રાક્ટમાં સામાન્ય હેવી વ્હિકલ ડ્રાઇવરને લઘુતમ વેતન દરમાં સમાવેશ કરવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આથી હવે 18 ડ્રાઇવરોનો લઘુત્તમ વેતનના પગાર નિયમોમાં સમાવેશ કરવામાં આવશે.

જયનાથ હોસ્પિટલ પાછળ બનશે ફૂટ બ્રિજ
વોર્ડ નં..14 ગીતામંદિર રોડ પર આવેલ જયનાથ હોસ્પિટલ પાછળ શાકમાર્કેટ પાસેથી હોર્કરો પસાર થઇ રહ્યો છે. જેની સામે વાણિય વાડી વિસ્તાર આવેલો છે. આથી લોકોને અવર-જવરમાં સરળતા રહે તે માટે શાક ર્મોકેટ પાછળથી વાણિયવાડી શેરી નં.6ને જોડતો ફુટ બ્રિજ 23 લાખના ખર્ચે બનાવવામાં આવશે. જેની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે.

સ્ટે.ચેરમેન હવે ફરશે 25.48 લાખની નવી કારમાં
મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન માટે નવી ઇનોવા કાર ખરીદ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. હાલ સ્ટેન્ડિંગ ચેરમેન પાસે ઇનોવા કાર છે. જેની ખરીદી 2016માં કરવામાં આવેલ અને આ કાર અત્યાર સુધીમાં 2.28 લાખ કીલોમીટર ચાલી ગયેલ હોય. કારમાં અવાર-નવાર મોટા ખર્ચેઓ અવતા નવી ઇનોવા હાઇબ્રીડ કાર ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપામાં પ્રથમ વખત હાઇબ્રીડ કારની ખરીદી થઇ રહી છે. જેના લીધે એવરેજમાં મોટો ફાયદો થતા મહાપાલિકાને આર્થિક ફાયદો થશે.

Tags :
gujaratgujarat newsrajkotRajkot Municipal Corporationrajkot newsRMC
Advertisement
Next Article
Advertisement