રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

78મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી: ઠેર-ઠેર ધ્વજવંદન

04:32 PM Aug 16, 2024 IST | admin
Advertisement

‘ભારત માતા કી જય’ ‘વંદે માતરમ’ના નારાઓથી વાતાવરણ ગુંજયું: વિદ્યાર્થીઓએ દેશભક્તિનાં કાર્યક્રમો યોજી લોકોને કર્યા મંત્ર મુગ્ધ: દેશને સ્વતંત્રતા અપાવવા માટે શહીદ થયેલ વીરોને યાદ કરાયા

Advertisement

શહેરમાં 78માં સ્વાતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સ્કુલો, કોલેજો સામાજીક સંસ્થા દ્વારા ધ્વજવંદન સહીત સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભકિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠેર ઠેર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશને સ્વતંત્રતા અપાવવા માટે જે શહીદ વિરોએ પોતાનું બલિદાન આપેલ હતું એવા શહીદોને યાદ કર્યા હતા.

વિકાસ વિદ્યાલય
વિકાસ વિદ્યાલયમાં ગણતંત્ર પર્વની ઉજવણી કાર્યક્રમ ક્રવામાં આવેલ. અહીં ઉપસ્થિત શાળાનાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકગણ તેમજ મોંઘેરા મહેમાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. શાળાનાં ધોરણ 5માં અભ્યાસ કરતો બેરાણી દિપશે શશીકાન્તભાઇ જેના હસ્તે ધ્વજવંદન કરાયું હતું અને તેમને પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું હતું.

ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શહિદોની યાદ અપાવતા સાંસ્કૃતિક દેશભકિત આધારીત કૃતિઓ રજુ કરવામાં આવી હતી.

રાજકોટની મેડીકલ કોલેજ ખાતે ધ્વજવંદન
રાજકોટની મેડીકલ કોલેજ ખાતે 15મી ઓગસ્ટે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પીડીયુ હોસ્પીટલનાં સ્ટાફ અને મેડીકલ કોલેજના સ્ટો ધ્વજનંદન કર્યું હતું.

ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા 78મા સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટી પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા. જાણીતા બાળસાહિત્યકાર યશવંત મહેતા આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, અને બાળવિકાસ ક્ષેત્રે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વૈશ્વિક વિદ્યાધામ બને તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ સાથે કુલપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની મહત્વપુર્ણ ભૂમિકા પર ભાર મુક્યો હતો.

પી.એમ. વિનોબા ભાવે પે સેન્ટર
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત પીએમ વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં. 93 માં સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મુખ્ય મહેમાન તરીકે
ગુજરાત રાજ્ય પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, શાસક પક્ષના નેતા રાજકોટ મહાનગરપાલિકા લીલુબેન જાદવ ,વાઈસ ચેરમેન શિક્ષણ સમિતિ ડો. પ્રવીણભાઈ નિમાવત, મહામંત્રી વોર્ડ નંબર 11 મુળુભાઈ ઓડેદરા, મહિલા મોરચો અધ્યક્ષ વોર્ડ નંબર 11 રાધિકાબેન ગિણોયા, ઉપપ્રમુખ વોર્ડ નંબર 11 મોહિતભાઈ ઘોડાસરા, કોષાધ્યક્ષ વોર્ડ નંબર 11 જીગ્નેશભાઈ અધીયારુ, સંયોજક વોર્ડ નંબર 11 આનંદસિંગ ઠાકોર, સ્વદેશી જાગરણ મંચના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ ભાર્ગવીબેન ભટ્ટ સભ્યો તથા વાલીગણ હાજર રહ્યા હતા. મહેમાન ડો. ભરતભાઈ બોઘરા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આચાર્ય વનિતાબેન રાઠોડ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. બાળકો દ્વારા સાસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.

સરસ્વતી વિદ્યાલય
રાજકોટના બ્રાહ્મણીયા પરા ગોવિંદબાગ ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલયમાં રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્યદિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. પ્રણવ બાઘોરા તથા ડો. ઈશિતા બાઘોરાના હસ્તે ધ્વજવંદન તેમજ ભારત માતાનું પૂજન કરવામાં આવેલ હતું. આ રાષ્ટ્રીય ઉત્સવ અવસરે વિવિધ સામાજિક સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને શાળાના બાળકો દ્વારા તિરંગા યાત્રા, ક્રાંતિકારીઓના જીવન અંગે વક્તત્વ સ્પર્ધા તથા દેશભક્તિના ગીતો રજુ કરવામાં આવેલ હતા.

સરસ્વતી શિશુ મંદિર
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરના મારૂૂતિનગર, રણછોડનગર, નવા થોરાળા ખાતે આવેલા સંકુલોમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મારૂૂતિનગરમાં આવેલા પ્રવીણકાકા મણીઆર કેમ્પસ ખાતે મુખ્ય અતિથિ તરીકે પધારેલા રાજકોટ સહકાર ભારતી અધ્યક્ષ ડો. નવલકુમાર શીલુ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થિની ડો. ધ્રુવા મહેતા, વાલી હિતેશભાઈ ભરાડ, ભરતભાઈ સોલંકી, ચેરમેન અપૂર્વભાઈ મણીઆર અને ટ્રસ્ટી રક્ષિતભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે એક હજાર વર્ષ બાદ સંઘર્ષ કરીને મળેલી સ્વતંત્રતાનું મહત્ત્વ સમજાવ્યું હતું. આઝાદી અને ગુલામી વચ્ચેનો તફાવત સમજાવી તેમણે આઝાદીના સો વર્ષ સુધીમાં ભારત વિશ્વગુરુ બને તે માટે સંકલ્પબદ્ધ થવા જણાવ્યું હતું.

અમૃતેશ્ર્વર લાફિંગ કલબ
સ્વાતંત્ર્ય દિન નિમિત્તે અમૃતેશ્વર લાફીંગ ક્લબ દ્વારા સવારે 7.00 વાગ્યે વિરાટ રાષ્ટ્રની વિરાટ યાત્રાનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રઘ્વજને સલામી આપવામાં આવી અને ત્યાર બાદ અરવિંદ વોરા - ડીસ્ટ્રિક્ટ કનવિનર- રાજકોટ લાફીંગ ક્લ ના ફ્લેગ ઓફ સાથે વિરાટ તિરંગા યાત્રાનું આયોજન અમૃતેશ્વર મહાદેવ મંદિર થી ત્રિમૂર્તિ બાલાજી(150ફીટ રીંગ રોડ) સુધી કરવામાં આવેલું. સમગ્ર આયોજન અમૃતેશ્વર લાફીંગ ક્લબના ક્ધવીનર રમેશભાઈ અનડકટ, વહીવટી અધિકારી વિનોદભાઈ મકવાણા તથા પ્રવૃત્તિ અધિકારી દિનેશભાઈ વઢવાણા, શિવલાલભાઈ બુદ્ધદેવ તથા ભાઈલાલભાઈ સંઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

નિધિ સ્કૂલ
રાજકોટ શહેરના વોર્ડ નંબર - 1માં આવેલ નિધિ સ્કૂલ દ્વારા ધોરણ 6 થી 12 ની વિદ્યાર્થીની બહેનો દ્વારા સ્વતંત્રતા પર્વની અનુસંધાને તિરંગા યાત્રા યોજેલ હતી, તેમાં નસ્ત્રભારત માતાકી જયસ્ત્રસ્ત્ર અને નસ્ત્રવંદે માતરમસ્ત્રસ્ત્ર અને નસ્ત્રઆઝાદી અમર રહોસ્ત્રસ્ત્ર ના નારાઓ દ્વારા રેલી યોજવામાં આવેલ હતી, સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યા એટલે કે 14 મી ઓગસ્ટ આપણા ભારતના ત્રણ ભાગલા થયા, 14 મી ઓગસ્ટ 1947 માં બ્રિટિશ શાસન તેમજ મહંમદ અલી ઝીણાની જીદના કારણે ભારતનું ત્રણ ભાગોમાં વિભાજન થયું તેથી અખંડ ભારતને યાદ કરવા નિધિ સ્કૂલ દ્વારા નસ્ત્રઅખંડ ભારત સ્મૃતિ દિવસસ્ત્રસ્ત્ર નિમિત્તે વિદ્યાર્થીઓને તેમના વિશે માહિતગાર હતા, આ કાર્યક્રમમાં નિધિ સ્કૂલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, હર્ષદ રાઠોડ, નકુમ જાનકી, પૂનમ કણજારીયા, વાઘેલા ભૂમિ તેમજ શિક્ષક ગણ ઉપસ્થિત રહેલા હતા.

ભારત સંચાર નિગમ લિમિટેડ
ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા આજે રાજકોટ શહેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ઇજગક રાજકોટની ટીમ દ્વારા નીકળેલી આ રેલી ઇજગકના કાલાવડ રોડ એક્સચેન્જથી શરૂૂ થઈને કોટેચા ચોક થઈ ને યુનિવર્સિટી રોડ થઈ થઈને કાલાવડ રોડ પહોંચી હતી. આ રેલી દ્વારા ઇજગક રાજકોટની ટીમે ભારત અને ઇજગકની એકતા અને શક્તિ નું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં બીએસએનએલના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારબાદ બીએસએનએલના જનરલ મેનેજર યોગેશકુમાર ભાસ્કર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ઇજગક ટીમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાલવ સ્કૂલ
પાલ સ્કૂલ માટે કે.જી.થી ધો.5 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા 15મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં 500થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્ત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો. વિદ્યાર્થીઓએ દેશને આઝાદી અપવાનાર શહિદવિરોના અલગ-અલગ પાત્રો રજુ કરેલ હતા.

ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ભારતના 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. મંદિરમાં બિરાજમાન ઠાકોરજીને પણ વિશિષ્ટ શણગાર ધારણ કરાવવામાં આવ્યા હતા. સવારે 7:30 વાગ્યે શણગાર આરતી બાદ મંદિરના પરિસરમાં મંદિરનાકોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો અને ત્યારબાદ ઉપસ્થિત તમામ સંતો અને હરિભક્તો રાષ્ટ્રગાન અને વંદે માતરમ ગાનમાં જોડાયા હતા.

અમન સોશિયલ ગ્રૂપ
રાજકોટ શહેરના મુસ્લીમ સમાજે રાષ્ટ્રના ખુશીના તહેવાર 15મી ઓગષ્ટ સ્વતંત્રદિને ફુલછાબ ચોકમાં સ્વતંત્રદિનની ધામધુમપૂર્વક ઉજવણી કરી હતી. રાજકોટ શહેરના હિન્દુ-મુસ્લીમ અગ્રણીઓએ આ પ્રસંગે ખાસ હાજરી આપેલ હતી. કોમી એક્તાના પ્રતિક રાષ્ટ્રપ્રેમી પૂર્વ કોર્પોરેટર મર્હુમ ગનીબાપુ કાળાભાઇ પરંપરાને દર વર્ષે ચાલુ રાખવાનું તેમના પુત્રો ગફારભાઇ ગનીબાપુ કટારીયા, હબીબભાઇ ગનીબાપુ કટારીયા, યુસુફભાઇ ગનીબાપુ કટારીયા, હનીફભાઇ ગનીબાપુ કટારીયા સલીમભાઇ ગનીબાપુ કટારીયા, રફીકભાઇ ગનીબાપુ કટારીયાએ બીડુ ઝડપ્યું છે અને વર્ષોની પરંપરાને અવિરત ચાલુ રાખેલ છે. આ ધ્વજવંદન દેવીપુજક સમાજના યુવા અગ્રણી નરેશભાઇ મોહનભાઇ મકવાણાના હસ્તે થયેલ હતું.

ગુલાબ નગર પ્રાથમિક શાળા
સ્વતંત્રતા પર્વ નિમિતે દેશભરમાં ઠેર ઠેર જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં આવેલ ગુલાબ નગર પ્રાથમિક શાળા ખાતે 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ નિમિત્તે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જ્યારે આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો આચાર્ય તેમજ રાજકોટના ઉદ્યોગપતિ કાર્તિકભાઈ પરસાણા, વોર્ડ નંબર 18 ના પ્રમુખ શૈલેષ ભાઈ બુસા,દિનેશભાઈ કીડિયા, પ્રશાંતભાઈ જલુ, મનોજભાઈ મકવાણા, દાઉદભાઈ સુમરા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

સદ્ભાવના વૃદ્ધાશ્રમ
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્યદિનનાં દિવસે બાળકોમાં બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે પ્રેમનું સિંચન થાય એ હેતુથી 216 (108 108) એમ 2 માળા બિલીપત્રના વૃક્ષોનું વાવેતર સદભાવના વૃધ્ધાશ્રમનાં માધ્યમથી દાતાઓનાં આર્થિક સહયોગથી શાળાનાવિદ્યાર્થીઓનાંશુભ હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત ગામ એવું દડવા રાંદલના ગામે કદાચ આજુબાજુનાં કોઈ ગામોમાં ન થયુ હોય એવું ભગવાન દેવાધિદેવ મહાદેવ આશુતોષ શિવ શંકરની આરાધનાના ભાગરૂૂપે ભગવાન શિવને અતિ પ્રિય એવા બિલીપત્રના 216 (108 108) (એમ 2 માળા) વૃક્ષોનું વાવેતર શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગામલોકોના હસ્તે કરવામાં આવ્યું હતું.

વીરાણી ક્ધયા વિદ્યાલય
વલ્લભ ક્ધયા કેળવણી મંડળ-રાજકોટ સંચાલિત કડવીબાઈ વીરાણી ક્ધયા વિદ્યાલયમાં 78માં સ્વાતંત્રપર્વની ખૂબજ ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મધુભાઈ દોંગાના વરદ્દ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ સંસ્થાના તમામ વિભાગના સંયુકત ઉપક્રમે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવા સંસ્થાના ટ્રસ્ટીઓ તથા તમામ વિભાગના આચાર્યઓ, શાળાના નિયામક હિરાબેન માંજરિયા, આચાર્ય વર્ષાબેન ડવ ઉપસ્થિત રહયા હતા.

કુંડલીયા કોલેજ
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને જે.જે. કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા 78 માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવા માં આવી હતી.વિદ્યાર્થીઓ વેશભુષા, દેશભક્તિગીત, વકતવ્ય વિગેરે કલાકૃતિઓ રજુ કરી હતી.
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને ગુજરાત રાજયના પૂર્વે શ્રમ મંત્રી મનસુખભાઈ જોષીના વ26 હસ્તે સવારે 8 : 30 કલાકે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પ્રિન્સીપાલ યજ્ઞેશભાઈ જોષી, પ્રિન્સીપાલ પ્રિતીબહેન ગણાત્રા, પ્રિન્સીપાલ વિનોદભાઈ ગજેરા, પ્રિન્સીપાલ તૃપ્તીબહેન ભટ્ટ, પ્રિન્સીપાલ, ભારતી નથવાલી તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને સંસ્થાના શૈક્ષણિક - બિન શૈક્ષણિક સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહયા હતો.

શહેર કોંગ્રેસ દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

દેશમાં 15 મી ઓગસ્ટ એટલે 78 માં સ્વાતંત્ર દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જાગનાથ 41 માં કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ તિરંગો લહેરાવી સલામી આપી હતી આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે 15 મી ઓગસ્ટ વિશે આજે હું કાર્યકરોને બે શબ્દો કહીશ દેશભક્તિ સે હી દેશ કી શાન હૈ, દેશભક્તિ સે હી દેશ કા માન હૈ, કાર્યકર મિત્રો આજે આપણે સૌ આજે 78 માં સ્વાતંત્ર દિન નિમિત્તે ઉજવવા ભેગા થયા છીએ ત્યારે આ એ દિવસ છે જે ભારતના મહાન સ્વાતંત્ર સેનાનીઓ દ્વારા વર્ષોના મોટા સંઘર્ષ દ્વારા આઝાદી મળી છે. બધા જ સ્વાતંત્રવીરો ને અને સપૂતોને અંજલી આપવાનો આજનો દિવસ છે.

આજના 78 માં સ્વાતંત્ર દિનની ઉજવણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી જ્યારે રાષ્ટ્રધ્વજને સલામી આપવા અતુલ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, સંજયભાઈ અજુડીયા, ઘરમ કાંંબલિયા, મેઘજીભાઈ રાઠોડ, કનકસિંહ જાડેજા, કમલેશ કોઠીવાર, સંજયભાઈ લહેરુ, ગજેન્દ્રસિંહ ઝાલા, અજીતભાઈ વાંક, નવનીત ભાઈ ચૌહાણ, ઠાકરશીભાઈ ગજેરા, જયંતીભાઈ હિરપરા, રવજીભાઈ ખીમસુરીયા, જીગ્નેશ બોરડ, ગીરીશભાઈ પટેલ, શૈલેષભાઈ ટાંક, જીતુભાઈ ઠાકર, હરેશ સોજીત્રા, કિશોરભાઈ જોશી, જયાબેન ટાંક, સરલાબેન પાટડીયા, મીનાબેન જાદવ, દીપુબેન રવૈયા, લતાબેન, પ્રફુલાબેન ચૌહાણ, હિરલબેન રાઠોડ, ભરત કોયાણી, વિનીતસિંહ રાણા, અમિતભાઈ ઠાકર, નવનીતભાઈ ચૌહાણ, સલીમભાઈ કારિયાણી, વિક્રમભાઈ સોલંકી, નવીનભાઈ પાટડીયા સહિતના આગેવાનો, કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
gujaratgujarat newsindependancedayrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement