For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેરના માટેલ ગામની દુકાનમાંથી 756 બોટલ વિદેશી દારૂની ઝડપાઇ

11:55 AM Jul 11, 2024 IST | Bhumika
વાંકાનેરના માટેલ ગામની દુકાનમાંથી 756 બોટલ વિદેશી દારૂની ઝડપાઇ
Advertisement

મોરબી જિલ્લા એલસીબીની ટીમ વાંકાનેર તાલુકાનાં માટેલ ગામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે માટેલની સીમ આવેલ કયુરો વીટ્રીફાઇડ પાછળ દુકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂૂની 646 બોટલો અને બીયર 120 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ તેમજ બિયર અને અન્ય મુદામાલ મળીને કુલ 1,56,200 નો મુદામાલ કબજે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે એલસીબીના પીએસઆઈ કે.એચ.ભોચીયા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીઆઈ એમ.પી.પંડયાને મળેલ હક્કિત આધારે માટેલ ગામની સીમમાં લાકડધાર જતા રસ્તે કયુરો વીટ્રીફાઇડ સીરામીક પાછળ આવેલ વાડીના સેઢે હીતેષભાઇ ખીમજીભાઇ ચાવડાની કબજા વાળી દુકાનમાં દારૂૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે આરોપી હીતેષભાઇ ખીમજીભાઇ ચાવડા (21) રહે. માટેલ વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં ગોપાલભાઇ ગીંગોરા રહે. ઢુવા વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હતું. હાલમાં પોલીસે અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની 646 બોટલો અને બીયર 120 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂૂ તેમજ બિયર અને એક મોબાઈલ સહિત કુલ 1,56,200 નો મુદામાલ કબજે કર્યો છે અને બંને સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ છે.
(તસ્વીર: લિતેશ ચંદારાણા)

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement