મુંદ્રા ભાજપના ઉપપ્રમુખના પતિએ 71.33 લાખનો ધૂંબો માર્યો
પ્લોટ વેચાણના રૂપિયાની ચૂકવણી માટે આપેલા ચેક પરત ફર્યાની જાણ કરતા ધાક ધમકી આપી, ફરિયાદીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા
મુંદ્દા શહેર ભાજપ ઉપપ્રમુખ અને કોર્પોરેટરના પતિ ધ્રુવરાજસિંહ ટેગબહાદુરસિંહ ચુડાસમા સામે કાંતિલાલ ગોરધનભાઈ ભીમાણીએ રૂૂા.71,33,345ના ત્રણ ચેક રીર્ટન થયાની ફોજદારી ફરીયાદ રાજકોટની કોર્ટમાં કરી છે.
રાજકોટમાં રહેતા કાંતિલાલ ગોરધનભાઈ ભીમાણીએ મુદ્દા તાલુકાના મોજે ગામ ગુંદાલાની સીમના સર્વે નં. 8 વાળી ક્ષેત્રફળ એકર 2-39 ગુંઠા, હે.આરે.ચો.મી. 1-20-40 વાળી જમીન તેમજ સર્વે નં. 9/3 ક્ષેત્રફળ એકર 1-33 ગંઠા, હે.આરે.ચો.મી. 0-73-86 વાળી જમીન વર્ષ 2011 રજી. વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલી.
સદર જમીનને બીનખેતી કરાવી પ્લોટસ પાડી કે જે વૃંદાવન પાર્કના નામથી ઓળખાતાય છે તેનું વેચાણ કરવાનું આયોજન કરતા ધ્રુવરાજસિંહે ફરીયાદી કાંતિલાલભાઈનો રૂૂબરૂૂ સંપર્ક કરેલો અને ફરીયાદીને પ્રતિ ચો.વા. લેખે રૂૂા.1000/- આપવાનું નકકી કરેલ. વેચાણની શરતો મુજબ વેચાણમાંથી નફાના 33% ફરીયાદીને 66: હોમતદાર ધ્રુવરાજસિંહ અને બાકી રહેતા 15 સામાજીક કાર્યમાં ઉપયોગ કરવાનું પરસ્પર લેખીતમાં નકકી થયેલ.સદર પ્લોટસની સંખ્યા કુલ 64 હતી તેના ઝડપી વેચાણ તથા સારા ભાવ ઉપજે તે માટે થઈને ધ્રુવરાજસિંહે પ્લોટસનું સબ-પ્લોટીંગ કરાવવાનો આગ્રહ રાખેલ અને 63 પ્લોટસમાંથી કુલ 30 પ્લોટસ કરાવેલ જેથી રે. સર્વે નં. 8 તથા 9:3 વાળી જમીનનું એકત્રીકરણ થયેલ અને એકત્રીત સર્વે નં. 8 આપવામાં આવેલ તેમજ કલેકટર કચેરીમાંથી રીવાઈઝડ પ્લાન હુકમ મેળવી આપવાની તમામ જવાબદારી હોમતદાર ધ્રુવરાજસિંહ પોતાના શીરે લીધેલી.ધ્રુવરાજસિંહ પ્લોટસનો ધરાક શોંધી લાવેલ અને ધ્રુવરાજસિંહની સુચના મુજબ ફરીયાદી કાંતિલાલએ પ્લોટસનો રજી. વેચાણ દસ્તાવેજ હૈદરાબાદના રહેવાસી કંડગલયા સુદર્શન સુમન(ગ્રાહક) જોગ રૂૂા. 13,512.073 ચો.વાર ના રૂૂા.1,851/- પ્રતિ ચો.વાર લેખે રૂૂા.2,23,08,432.523/- માં કરી આપેલ જેમાંથી રૂૂ.72,00,0001- લાખ પુરાનું સાટાખત વખતે અને રૂૂા.80 લાખ 8 હજાર ચેકથી અને રૂૂા. 13.50 લાખ આંગડિયા મારફત ફરીયાદી કાંતિલાલને ચુકવી આપવામાં આવેલ.ફરીયાદી ક્રાંતિલાલની કાયદેસરની બાકી રહેતી રકમ રૂૂા.57,50,432.પર લેણા નિકળતા હતા. નામ. કલેક્ટર કચેરીમાંથી રીવાઈડ પ્લાન અંગે હુકમ હોમતદાર ધ્રુવરાજસિંહ મેળવી આપેલ નહી જેથી તે કામગીરી પણ ફરીયાદી કાંતિલાલએ કરાવી પડેલ.રીવાઈઝડ પ્લાન મુજબ પ્લોટસનું કુલ ક્ષેત્રફળ 15, 107.073 વાર થાય છે.
જેના પ્રતિ ચો.વાર રૂૂા.1,651/- લેખ ફરીયાદી કાંતિલાલની ધ્રુવરાસિંહ પાસેથી કાયદેસરની લેણી નીકળી રકમ રૂૂા.26,33,345 તેમજ વેચાણ દસ્તાવેજ પેટેની બાકી લેણી નીકળતી રકમ રૂૂા.57,50,432.52 એમ કુલ મળીને બાકી લેણી રકમ રૂૂા.83,83,777. પર છે જેમાંથી હોમતદાર ધ્રુવરાજસિંહે ફરીયાદી કાંતિલાલ જોગ રૂૂા.25,00,000/-, રૂૂા.ર0,00,000/- અને રૂૂા.26,33,345/ એમ જુદા જુદા ત્રણ ચેકો કુલ મળીને રકમ રૂૂા.71,33,345 ના પાકા વચન અને વિશ્વાસ સાથે લખી આપેલા જે ત્રણેય ચેકો રિટર્ન થયા હતા. જેની તરત જ જાણ ફરીયાદી કાંતિલાલએ ધ્રુવરાજસિંહને કરતા ધ્રુવરાજસિંહ લાજવાને બદલ ગાજયા અને ફરીયાદી કાંતિલાલને ધમકાવેલ કે " મારી પત્નિ અલ્પાબા ભાજપના મુંદ્દા શહેરના કોર્પોરેટર છે. થાય તે કરી લેજો અને દોડવું હોય ત્યાં દોડી લેજો પાંચીયુ મળવાનું નથી. જેથી ધ્રુવરાજસિંહ સામે રાજકોટની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલો છે.