700 પાટીદાર દીકરીઓની લોકો સ્ટેટસ મુકે તેવું જીવન જીવવા પ્રતિજ્ઞા
અમદાવાદની કે.પી. વિદ્યાર્થીભવનની હોસ્ટેલમાં રહેતી દીકરીઓ મોબાઈલ ઉપવાસ રાખશે; મહિલા સશક્તિકરણ માટેના અનેક સંકલ્પ લેવાયા
બદલાતા સમાજમાં પાટીદાર સમાજ હવે દીકરીઓને બચાવવા આગળ આવ્યો છે. ત્યારે હવે હોસ્ટેલમાં રહેતી દીકરીઓ માટે પહેલ શરૂૂ કરાઈ છે. અમદાવાદની હોસ્ટેલમાં રહેતી 700 પાટીદાર દીકરીઓને કેટલીક શીખ આપવામાં આવી હતી.
અમદાવાદના ગુલબાઈ ટેકરા ખાતે કેપી વિદ્યાર્થી ભવન હોસ્ટેલ આવેલુ છે. જ્યાં પાટીદાર સમાજની દીકરીઓ માટે ખાસ શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં 700 જેટલી પાટીદાર દીકરીઓએ ભાગ લીધો હતો. સમસ્યા અને ઉકેલ વિષય પર આયોજિત શિબિરમાં દીકરીઓને આગળના સમયમાં કેવી રીતે જીવવું તેની શીખ આપવામાં આવી હતી.
આ શિબિર વિશે મંત્રી તથા આયોજક જયંતી પટેલે જણાવ્યું કે, આ દીકરીઓ પાસેથી કેટલાક સંકલ્પ લેવડાવાયા હતા. જેનાથી ઘડતર મજબૂત બને. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, જાગૃતિબહેને જીવનના ચાર સ્તંભ, દૃઢ મનોબળ, આત્મવિશ્વાસ, સંકલ્પ શક્તિ અને આધ્યાત્મિકતાના દૃષ્ટાંત આપી દીકરીઓને માહિતગાર કરાઈ હતી.
દીકરીઓને મહિલા વિકાસ-સશક્તીકરણ કાર્યક્રમમાં ભાગ લેવા જણાવાયુ. સાથે જ લોકો તમારું સ્ટેટસ મૂકે તેવું જીવન જીવવા, ફોનના ઉપયોગની સમજ કેળવો તેવું સમજાવાયું, સાથે જ મોબાઇલનો ઉપવાસ રાખવા સલાહ અપાઈ. બોયફ્રેન્ડને જરૂૂર ચકાસી લો. જીવનનો બેસ્ટ ભાગ હોસ્ટેલ લાઈફ છે. અણુ-પરમાણુ કરતાં પણ માનવીનું મન શક્તિશાળી છે. ટીકા કરવી સહેલી છે, પણ ટેકો કરવો અઘરો છે. મન મજબૂત કરો, જેથી નેગેટિવ વિચાર ના આવે. તેવી સલાહ આપવામાં આવી.
સ્વતંત્રતા એટલે ઘરથી ગમે તેટલાં દૂર રહીએ પણ નિત્ય પરિવાર સાથે વાત કરો. સ્વછંદતા એટલે ઘરના ગમે તેટલું કહે આપણી મરજીનું જ કરવું તેવી સલાહ પણ આપવામાં આવી.