For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોટાદ જિલ્લામાં GRDની 17 જગ્યા સામે 700 ફોર્મ ભરાયાં

11:59 AM Sep 06, 2024 IST | Bhumika
બોટાદ જિલ્લામાં grdની 17 જગ્યા સામે 700 ફોર્મ ભરાયાં
Advertisement

બોટાદ જિલ્લામાં બેરોજગારીનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે. જિલ્લા પોલીસ દ્વારા જીઆરડી જવાનોની ભરતી બહાર પાડવામાં આવી છે. ત્યારે બરવાળામાં 17 જીઆરડીની જગ્યા સામે સાતસો જેટલા ઉમેદવારો ફોર્મ ભરવા બરવાળા પોલીસ સ્ટેશનમાં લાઈનો લગાડી છે.

બોટાદ જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ગ્રામ રક્ષક દળ (જીઆરડી) જવાનોની ભરતી પ્રક્રિયાને લઈને જાહેર નામું બહાર પાડવામાંઆવ્યું છે. જિલ્લાના ગઢડા, બોટાદ, બરવાળા, રાણપુર ચારેય તાલુકામાં જીઆરડી જવાનોની ભરતી બહાર પાડવામાં આવતા જ જિલ્લામા બેરોજગારીનુ પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં 17 જીઆરડી જવાનોની ભરતીની જગ્યા માટે જાહેરાત કરવામાંઆવતાની સાથે જ બરવાળા પોલીસ સ્ટેશને જીઆરડીના ભરતી ફોર્મ ભરવા માટે યુવાનો ઉમટી પડ્યા હતા અને લાંબી લાઈનો લગાવી હતી. બરવાળા તાલુકામાં 17 જીઆરડી જવાનોની જગ્યા ભરવાની છે તો તેની સામે 700 જેટલા યુવાનોએ ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું છે. જેથી જિલ્લામાં બેરોજગારીનું પ્રમાણમાં મોટો વધારો સામે આવ્યો છે.બોટાદ જિલ્લામાં બેરોજગારી નું પ્રમાણમાં વધારો થયો છે. ગ્રેજ્યુએટ, બીએસસી એજયુકેશન ધરાવતા યુવાનો હાલ જીઆરડી ની ભરતીના ફોર્મ ભરવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે. હાલ બેરોજગારી વધારે છે. એટલા માટે અમારે જીઆરડી મા જવું પડે છે જેથી સરકાર દ્વારા બીજી ભરતી બહાર પાડે તેમ યુવાનો ઈચ્છી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement