For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્ક્રેપ વાહનોમાં 700 કરોડના વેરા માફી આપવાની જાહેરાત

05:44 PM Feb 02, 2024 IST | Bhumika
સ્ક્રેપ વાહનોમાં 700 કરોડના વેરા માફી આપવાની જાહેરાત

8 વર્ષ કરતા જુના વાહનોને સ્ક્રેપ કરાવે તો બાકી વેરો, વ્યાજ, દંડ અને ચલણ સહિત બધુ માફ

Advertisement

આજે રજુ થયેલા બજેટમાં 8 વર્ષ કરતા જુના વાહનોની સ્ક્રેપ પોલીસીને વેગ આપવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં જુના પડતર વેરા- ચલણ માફી સહીતની જાહેરાત કરવામાં આવી છે. રાજયમાં લાગુ વ્હીકલ સ્ક્રેપ પોલીસીમાં જુના વ્હીકલને સ્ક્રેપ કરાવવા પર અનેક વળતરની જાહેરાત કરવામાં આવી હતી જેના માટે આજે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.

વડાપ્રધાન દ્વારા વર્ષ 2021માં ગ્રીન ગ્રોથ સાથે સરક્યુલર ઇકોનોમી માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવવાના ઉદ્દેશથી વ્હિકલ સ્ક્રેપિંગ નીતિની દેશવ્યાપી જાહેરાત કરવામાં આવેલ હતી. જેનો મુખ્ય હેતુ વાહન પ્રદૂષણના કારણે પર્યાવરણને થતી હાનિ અટકાવી, વાહનોની ખામીના કારણે થતા માર્ગ અકસ્માતમાં ઘટાડો કરી લોકોને વધુ ઋીયહ ઊરરશભશયક્ષિં અને પર્યાવરણની દૃષ્ટિએ લાભદાયી વાહનો ખરીદવા પ્રેરિત કરવાનો છે. આ હેતુસર રીકરીંગ વેરો ચૂકવતા વાહન માલિકો પોતાના 8 વર્ષથી જૂના વાહનો જો નોંધાયેલા વ્હિકલ સ્ક્રેપર્સ મારફતે સ્ક્રેપ થવા મોકલશે તો તેવા તમામ વાહનો પર બાકી મોટર વાહન વેરો, વ્યાજ, દંડ અને મોટર વ્હિકલ એક્ટ હેઠળના કોઇ ચલણ પડતર હોય તો તેની વસૂલવાપાત્ર માંડવાળ ફી સહિત તમામ જવાબદારી માફ કરવા એક વર્ષ માટે માફી યોજના લાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે.આ નિર્ણય થકી અંદાજે 52000 વાહન માલિકોને રૂા.700 કરોડની રાહત થશે. તેઓ પણ આ વાહનને સ્ક્રેપ કરાવી તેની સામે અદ્યતન ટેકનોલોજીવાળા નવા વાહનો ખરીદવા પ્રેરીત થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement