રામનાથપરામાં બીમારીથી કંટાળી 70 વર્ષના વૃધ્ધાનો ફાંસો ખાઇ આપઘાત
04:30 PM Dec 08, 2025 IST
|
Bhumika
Advertisement
રામનાથપરામા ભવાની નગર શેરી નં 4 મા રહેતા 70 વર્ષનાં વૃધ્ધાએ બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ તેમનાં મૃતદેહને સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો.
Advertisement
વધુ વિગતો મુજબ રામનાથ પરામા આવેલા ભવાની નગર શેરી નં 4 મા રહેતા લાડુબેન નારણભાઇ પરમાર (ઉ. વ. 70 ) નામનાં વૃધ્ધા ગઇકાલે સાંજનાં સમયે પોતાનાં ઘરે ડેલી સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના અંગે કોઇએ 108 ને જાણ કરતા ઇએમટીનાં મયુરભાઇ ચૌહાણએ લાડુબેનને મૃત જાહેર કર્યા હતા. મૃતકને સંતાનમા એક દીકરો અને બે દીકરી છે તેમજ તેઓ ઘણા સમયથી એકલવાયુ જીવન જીવતા હતા અને તેઓએ બીમારીથી કંટાળી આ પગલુ ભરી લીધુ હતુ . આ ઘટના અંગે એ ડીવીઝન પોલીસ સ્ટાફનાં એએસઆઇ રમેશભાઇ ચૌહાણે કાગળો કર્યા હતા.
Next Article
Advertisement