For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

7 વર્ષના ટબૂકડા શોર્ય કાકરેચાની અદ્ભુત કુનેહ, હનુમાનજીની શૌર્યગાથા કડકડાટ મોઢે

04:19 PM Sep 12, 2024 IST | Bhumika
7 વર્ષના ટબૂકડા શોર્ય કાકરેચાની અદ્ભુત કુનેહ  હનુમાનજીની શૌર્યગાથા કડકડાટ મોઢે
Advertisement

અનેક મોટિવેશનલ સ્પીચ પણ આપી છે: સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર પામ્યો સન્માન

રમવા, ભણવાની ઉંમરે રાજકોટના શોર્ય મહેશભાઈ કાકરેચા નામના 7 વર્ષના બાળકે પોતાની હનુમાન શૌર્યગાથા કંઠસ્થ રજૂ કરવાની કૂનેહ બનાવીને સૌને દંગ કરી દીધા છે.આજે શોર્ય માતા કોમલબેન સાથે ગુજરાત મિરર કાર્યાલયની મુલાકાત લીધી હતી.

Advertisement

તુમ રક્ષક કો કાહુ કો ડરના જેવી વાત સાબિત કરનાર શૌર્યએ કહ્યું કે માતા-પિતાની પ્રેરણાથી તે હનુમાન ચાલીસા કંઠસ્થ શિખ્યો એટલુ જ નહીં હનુમાન ચાલીસાની પ્રત્યેક પંક્તિનો અર્થ પણ કડકડાટ સાંભળાવીને શૌર્યએ પોતાની કુનેહ દર્શન કરાવ્યા હતાં.

મુળ અમરેલી જિલ્લાના ભોજલધામ (ફતેહપુર)ના વતની મહેશભાઈ ઈશ્ર્વરભાઈ કાકરેચા જૂદા જૂદા શહેરોમાં વસવાટ કરીને મહેશભાઈ હવે હરિધવા રોડ, નવનીત હોય પાસે રાજકોટમાં સ્થાયી થયા છે.વ્યવસાયે લાદીકામ જેવું શ્રમિક કાર્ય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

મહેશભાઈ અને કોમલબેનના એકમાત્ર સંતાન એવો શોર્ય માત્ર 7 વર્ષની ઉંમરમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં પોતાની તેજસ્વીતાને લીધે છવાઈ ગયો છે. જોઈને પણ વાંચવામાં તકલીફ અનુભવાય તેવી હનુમાન ચાલીસા સાર સાથે કડકડાટ મોઢે બોલી સમજાવવાની આવડત વ્યક્ત કરી શોર્યએ પોતાને હનુમાન ભક્ત તરીકે સાબિત કરી દીધો છે. માત્ર હનુમાનજીની શૌર્યગાથા જ નહીં બલ્કે શાળા-કોલેજોમાં મોટી વેશ્નલ સ્પિચ રજૂ કરીને દરેક જગ્યાએ શોર્યએ નામના મેળવી છે.

આર્ટ, પેપર ક્રાફ્ટમાં શોર્યને વિશેષ રુચિ
રૂબરૂ મુલાકાત દરમિયાન શોર્ય અને તેમના માતા કોમલબેને ગુજરાત મિરરને જણાવ્યું હતુ ંકે, ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત, જય ભોજલરામ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ રામદૂત યુવા સેવા ટ્રસ્ટ વિગેરે અનેક સંભાળી સંસ્થાઓ દ્વારા સન્માનપામેલો શોર્ય પ્રાકૃત્તિ, આર્ટ પેપર ક્રાફ્ટમાં વિશેષ રૂચિ ધરાવે છે. રાજકોટમાં યોજાનાર મોરારીબાપુની રામકથામાં પણ બેસવાનું શોર્યને આમંત્રણ મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement