રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંઢેરી સ્ટેડિયમના પાર્કિંગમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા

01:45 PM Feb 19, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત ઈંગ્લેન્ડ વચ્ચેના ટેસ્ટ મેચ ગઈકાલે રોમાંચક પળો પર પહોંચ્યો હતો ત્યારે ખંઢેરી સ્ટેડિયમના પાર્કીંગમાં નવરાશની પળોમાં જુગારનો પાટલો માંડીને બેઠેલા સાત ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી 14,200ની રોકડ રકમ કબજે કરી હતી. પકડાયેલા તમામ શખ્સો રાજકોટનાં હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહ્યો હતો ત્યારે સ્ટેડિયમના પાર્કીંગમાં એકઠા થયેલા ડ્રાઈવરોએ પણ જુગારનો પાટલો શરૂ કર્યાની પડધરીના પીએસઆઈ ગજેન્દ્રસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડયો હતો.

પોલીસના દરોડા દરમિયાન પાર્કીંગમાં જુગાર રમતા રાજકોટનાં માયાણીનગરમાં રહેતા કલ્પેશ પુંજાભાઈ ધરજીયા, રૈયાધારમાં રહેતા અમીત ગોકળભાઈ પરમાર, જંગલેશ્ર્વરમાં રહેતા અબ્દુલકાદીર રફીકમીયા કાદરી, જંગલેશ્ર્વરમાં રહેતા સિરાજ હારૂનભાઈ દોઢીયા, ગોંડલ રોડ પર રહેતા સોયબ રજાકભાઈ દોઢીયા, સરદારનગરમાં રહેતો નિખીલ કિશોરભાઈ વાડોદરીયા અને નવા થોરાળામાં રહેતા જયદીપ કનુભાઈ મારૂની ધરપકડ કરી તેમની પાસેથી 14,200ની રોકડ રકમ કબજે કરી હતી.

પોલીસની પુછપરછમાં આ તમામ શખ્સો પોતાના માલિકોને મેચ જોવા માટે સ્ટેડિયમ ખાતે લઈ આવ્યા હતા અને માલિકો સ્ટેડિયમમાં મેચ જોવા મસગુલ હતાં ત્યારે પાર્કીંગમાં જ ડ્રાઈવરોએ જુગારનો પાટલો માંડયો હતો.

Tags :
gujaratgujarat newsKhanderi Stadiumrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement