શહેરમાં છ મહિલા સહિત વધુ 7 કોરોનાના નવા કેસ નોંધાયા
જામનગર શહેરમાં કોરોનાના સંક્રમણ એ હવે ગતિ પકડી છે. આજે વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક પી.જી. હોસ્ટેલના સ્ટુડન્ટ નો પણ સમાવેશ થાય છે. આજમાં સાત કેસમાંથી 6 મહિલા છે. જે તમામને હોમ આઇસોલેસનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં આજે પણ કોઈ કેસ નોંધાયો નથી.
જામનગરમાં કોરોનાનું સંક્રમણ દરરોજ સતત વધી રહ્યું છે. જામનગરના શહેરી વિસ્તારમાં આજે વધુ 7 કેસ નોંધાયા છે. જેમાં પીજી હોસ્ટેલ માં રહેતી 27 વર્ષીય તબીબી વિધાર્થીનીનો પણ સમાવેશ થાય છે.
આજે નોંધાયેલા સાત કેસમાં એક પુરુષ અને છ મહિલા છે. જેમાં કામદાર કોલોનીમાં રહેતા 57 વર્ષના મહિલા, પવનચક્કી વિસ્તારમાં રહેતી 22 વર્ષ ની યુવતી, દીગવિજય પ્લોટ વિસ્તારના 37 વર્ષના મહિલા, પીજી હોસ્ટેલમા રહેતી 27 વર્ષની યુવતી, પટેલ કોલોની વિસ્તારમાં રહેતા 74 વર્ષના વૃદ્ધા, અને વૃંદાવન પાર્કમાં રહેતા 45 વર્ષના મહિલા તેમજ બેડી રીંગ રોડ પર રહેતા 65 વર્ષના વૃદ્ધ પુરુષ કોરોના ગ્રસ્ત બન્યા છે. આ તમામને હોમ આઈસોલેશનમાં જ સારવાર આપવામાં આવી રહી છે. જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી. આજની સ્થિતિ એ જામનગર શહેરમાં કુલ 28 એક્ટિવ કેસ છે. જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં બે એક્ટિવ કેસ છે.