For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી, ગાંધીધામ, સુરેન્દ્રનગર સહિત વધુ 7 પાલિકા બનશે મહાપાલિકા

05:37 PM Feb 02, 2024 IST | Bhumika
મોરબી  ગાંધીધામ  સુરેન્દ્રનગર સહિત વધુ 7 પાલિકા બનશે મહાપાલિકા

ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખી મોરબી, સુરેન્દ્રનગર સહિત રાજ્યની સાત નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરરજો આપવામાં આવ્યો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જાહેર કરેલ સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમાં મોરબી, સુરેન્દ્રનગર, વઢવાણ સંયુક્ત, ગાંધીધામ, નવસારી, આણંદ, વાપી અને મહેસાણાનો સમાવેશ થાય છે. આ પાલિકાનું કોર્પોરેશનમાં રૂપાંતર થતાં શહેરોના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારીમાં ધરખમ વધારો નોંધાશે. શહેરના વિકાસ માટે ઈઝ ઓપ લિવિંગમાં વધારો કરવા સરકાર કટીબ્દ્ધ છે. વધુમાં કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, શહેરી વિકાસ માટે પાણી, રસ્તાઓ, સુએજ જેવી માળખાકિય સગવડો સાથે પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે. અમારી સરકાર શહેરોમાં પ્રદુષણ નિયંત્રણ અને પ્રાકૃતિક આપદાઓના પડકારો ઝીલી સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં આગળ વધે છે. શહેરોમાં સાંસ્કૃતિક ધરોહર અને લોકોના મનરંજન માટે પણ અગત્યના સ્થળો ન હોય, સાંસ્કૃતિક વારસાને જાળવી રાખી નવતર કામો હાથ ધરવામાં આવશે.સુશાસન થકી શહેરી વ્યવસ્થા ટેક્નોલોજીથી પરિવર્તન લાવી ભવિષ્ય માટે સક્ષમ શહેરોની રચના માટે અમારી સરકાર પગલા લેશે.

Advertisement

મોરબી, વાપી, નવસારી, ગાંધીધામ, મોટો ઈન્સ્ટ્રીયલ એરિયો ધરાવે છે અને દરરોજના કરોડોના ટર્નઓવર આ શહેરોમાં થાય છે. જેમાં ગાંધીધામ અને મોરબી દેશ ભરમાં મોખરે છે. ત્યારે ત્યાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે તે માટે સરકાર દ્વારા આ પાલિકાઓની સતામાં વધારો કરવામાં આવ્યો છે. અને તેના માટે તેને કોર્પોરેશનનો દરરજો અપાયો છે. કોર્પોરેશન બનતા નગરપાલિકાને સુવિદા વધશે. કોર્પોરેશન બનતા મેયર અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હોય તો સરકારમાં ડાયરેક્ટ રજૂઆત કરી શકાય છે. અને વિકાસના કામો ઝડપથી થાય છે. રાજ્યમાં સાત મહાનગર પાલિકાની ઘોષણા થતા હવે 15 મહાનગરપાલિકા બનશે અગાઉ અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, વડોદરા અને ગાંધીનગરનો સમાવેશ થતો હતો. વધુ સાતનો સમાવેશ થતાં સૌરાષ્ટ્રમાં સાત મહાનગરપાલિકા થશે.

શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ માટે કુલ 21,696 કરોડની જોગવાઈ
સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના થકી શહેરી વિસ્તારમાં માળખાકીય સગવડો માટે 8634 કરોડ, શહેરી સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના હેઠળ 3041 કરોડ, અખછઞઝ 2.0 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે 2000 કરોડ અમદાવાદ અને સુરત શહેરમાં ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 1800 કરોડની 15માં નાણાપંચ અન્વયે શહેરી વિસ્તારના વિકાસ કાર્યો માટે 1349 કરોડની પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ શહેરી ગરીબોને ઘર આપવા માટે 1323 કરોડની શહેરી વિસ્તારોને રેલવે ક્રોસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવરબ્રિજ/અંડર બ્રિજ બાંધવા માટે 550 કરોડની સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત 2.0 હેઠળ પ્રવાહી અને ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે 545 કરોડની નગરપાલિકાઓના વીજબીલ પ્રોત્સાહન નિધિ અંતર્ગત 124 કરોડની મહાનગરપાલિકા/નગરપાલિકાઓની મિલકતોને પુન: પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો દ્વારા સંચાલિત કરવા, એનર્જી ઓડિટ કરાવવા અને સંલગ્ન કામો માટે 150 કરોડની મહાનગરપાલિકા/નગરપાલિકાઓની મિલકતોના વાર્ષિક દેખરેખ અને નિભાવ (ઘખ) માટે 100 કરોડની મોડલ ફાયર સ્ટેશનો વિકસાવવા તથા નવા સાધનોની ખરીદી, દેખરેખ અને નિભાવ, તાલીમ અને સતત ક્ષમતા વિકાસ તેમજ આધુનિકીકરણ માટે 69 કરોડ શહેરી વિસ્તારોની કામગીરીમાં ઈંઝનો ઉપયોગ કરી તંત્રને સુદ્રઢ બનાવવા વિશેષ કેડરના વિસ્તરણ અને પુન:રચના માટે 14 કરોડ અને ઇ-નગર પોર્ટલને 2.0 સુધી સંવર્ધિત કરવા અને મ્યુનિસિપલ સેવાઓની પહોંચમાં સુધારો કરવા માટે 50 નવા શહેર નાગરિક કેન્દ્રોની સ્થાપના માટે 10 કરોડની જોગવાઈ કરાઈ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement