રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોંગ્રેસના વધુ 7 ઉમેદવારોના નામ ફાઇનલ

04:30 PM Mar 20, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચુંટણીને અનુલક્ષીને અગાઉ સાત નામની જાહેરાત કોંગ્રેસ કરી ચુકી છે. બે બેઠકો ‘આપ’ ને ફાળવવામાં આવી છે. ત્યારે બાકી રહેલી 18 બેઠકો પૈકી સાતથી વધુ નામોની જાહેરાતનું કાઉન્ટ-ડાઉન શરૂ થઇ ચુકયું છે. આજે અથવા કાલે આ નામોની જાહેરાત થઇ શકે છે.સંભવિત નામોમાં આણંદમાં અમિત ચાવડા, પાટણમાં ચંદનજી ઠાકોર, દાહોદમાં પ્રભાબેનબ તાવિયાડ, ખેડામાં કાળુસિંહ ડાભી, છોટાઉદેપુરમાં સુખરામ રાઠવા, પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ અને સાબરકાંઠામાં તુષાર ચૌધરીના નામો ફાઇનલ મનાઇ રહ્યાં છે.

Advertisement

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય સમીકરણ સતત બદલાઈ રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતની 26 બેઠકમાંથી 22 બેઠક પર પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસે 7 બેઠક માટે પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે.આ દરમિયાન લોકસભાની ચૂંટણી માટે અમદાવાદ પૂર્વની બેઠક માટે રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પરત કરો છે. ત્યારે કોંગ્રેસની મિટિંગ બાદ ગુજરાતની બેઠકો માટે આજે નામ જાહેર થઈ શકે છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ એક્શન મોડમાં છે, પ્રથમ બે યાદી બાદ હવે ત્રીજી યાદી તૈયાર છે. આજે અથવા તો આવતીકાલે કોંગ્રેસ પોતાની ત્રીજી યાદી જાહેર કરી શકે છે.
આ પહેલા ગુજરાતની આણંદ બેઠક પરથી અમિત ચાવડાની ચૂંટણી લડવાની વાતો સામે આવી છે. આ સાથે ગઈ પંચમહાલ બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણનું નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં લોકસાભાની બેઠકો માટેના ઉમેદવારોને લઇને કોંગ્રેસમાં મંથન શરૂ થયુ છે, સુત્રો તરફથી માહિતી મળી રહી છે કે, દિલ્હીમાં મળનારી કોંગ્રેસની ઈઊઈની બેઠક બાદ ગુજરાતના નામોની જાહેરાત થઇ શકે છે.

ગુજરાતના કોંગ્રેસના 7 ઉમેદવારોના નામ બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકિટ મળી છે અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણાને ટિકિટ મળી છે. અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને ટિકિટ મળી પરંતુ તેમણે ઈન્કાર કર્યો છે.બારડોલીથી સિધાર્થ ચૌધરીને ટિકિટ મળી છે. વલસાડથી અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર પોરબંદરથી લલિત વસોયા કોંગ્રેસના ઉમેદવાર કચ્છથી નીતિશ લાલન કોંગ્રેસના ઉમેદવાર છે.

Tags :
Congressgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement