For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યાત્રાધામ વીરપુરમાં 3 દિવસમાં 7 ઇંચ વરસાદ

12:02 PM Aug 29, 2024 IST | Bhumika
યાત્રાધામ વીરપુરમાં 3 દિવસમાં 7 ઇંચ વરસાદ
Advertisement

સરિયામતી નદીમાં ઘોડાપૂર આવતા પંદર જેટલા ગામોનો રસ્તો પાણીમાં ગરકાવ થતો હતો

છેલ્લા ત્રણ દિવસ થી અવિરત વરસી રહેલ વરસાદને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું હતું જેમને લઈને યાત્રાધામ વીરપુર તેમજ વીરપુરના ગ્રામ્ય પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત પણે ભારે વરસાદ વરસી રહ્યો છે જેમને લઈને વીરપુર પંથકના તમામ નદીઓ નાળા પાણીથી છલોછલ વહી રહ્યા છે,છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસેલા વરસાદને લઈને યાત્રાધામ વીરપુરમાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તેમજ મોસનો ટોટલ વરસાદ ત્રેવીસ ઈંચ જેટલો નોંધાયો છે.

Advertisement

જન્માષ્ટમીના તહેવારોની શરૂૂઆત થી જ યાત્રાધામ વીરપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો જે રાંધણછઠની રાત્રે વરસાદ વરસવા લાગ્યો હતો અને સાતમ આઠમના દિવસે અવિરતપણે વરસેલા ધોધમાર વરસાદને કારણે વિરપુરની સરિયામતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું, સરિયામતી નદીમાં ઘોડાપુરને લઈને વીરપુર થી મેવાસા, જેપુર,હરિપુર સહીતના 15 જેટલા ગામોને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતા બંધ ગયો હતો, તેમજ યાત્રાધામ વીરપુરમાં ભારે વરસાદને કારણે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તેમજ નદી નાળાઓ ના પટમાં અવર જવર ન કરવા સૂચના પણ આપવામાં આવી હતી, તો બીજી તરફ ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં પણ નદીઓની માફક પાણી વહી રહ્યા હતા જેમને લઈને ખેડૂતોએ વાવેલ મગફળી,કપાસ,સોયાબીન સહીતના પાકોની ધોવાણ થવાની ભીતિ પણ ક્યાંકને ક્યાંક સેવાઈ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement