રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગીર સોમનાથના હિરણ-2 ડેમના 7 દરવાજા ખોલાયા

12:08 PM Jul 22, 2024 IST | admin
Advertisement

તાલાલા તાલુકાના 3 અને વેરાવળ તાલુકાના 11 ગામોને એલર્ટ કરાયાં

Advertisement

ગીર સોમનાથ જિલ્લાને પીવાનું પાણી પુરું પાડતો હિરણ-2 ડેમ જિલ્લામાં વ્યાપક વરસાદથી બે કાંઠે થયો છે. હિરણ બે ડેમ તેની ફુલ્લી કેપીસીટીએ ભરાવવાની તૈયારીએ છે. અગમચેતીના ભાગરૂૂપે તાલાળા તાલુકાના ઉમરેઠી ગામ પાસે આવેલ હિરણ-2 જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવા નીર આવકની આવક સતત વધી રહી છે.

હિરણ-2 ડેમના અગાઉ 4 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે ઉપરવાસમાં વધારે વરસાદને લીધે પાણીની આવક વધતાં વધુ 3 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા છે. આમ, ડેમના સાતેય દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા.

હિરણ-2 જળાશયના આ દરવાજા ખોલવાના કારણે હેઠવાસમાં આવેલા તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ તેમજ વેરાવળ તાલુકાના ભેરાળા,મંડોર,ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસ પાટણના નીચાંણવાળા વિસ્તારોમાં પાણીનું જળસ્તર વધવાની શક્યતાને જોતા તંત્ર દ્વારા આ ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવાં અને ઢોરઢાંખર ન લઇ જવા તંત્ર દ્વારા તાકિદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જળાશયમાં હાલનું લેવલ 70.75 મીટર છે. પૂર પ્રવાહ 10,740 ક્યુસેક્સ છે.

Tags :
demoverflowgirsomanathnewsgirsomnathgujaratgujarat newshirandemrain
Advertisement
Next Article
Advertisement