ઉનાના મોઠામાં 7 અને નથાણામાં 5 જુગારી ઝડપાયા
રૂા.32 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
પો.સ્ટાફના માણસો ઉના પોસ.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ માનસિંહ પરમાર પો.હેડ.કોન્સ.શાંતીલાલ વેલાભાઇ સોલંકીનાઓને બાતમી હકીકત મળેલ કે ઉનાના મોઠા ગામના બ્રામણ શેરીમાંથી જાહેરમાં ગંજીપતાના પૈસા પાના વડે તીનપતી નામનો પૈસાની હાર-જીતનો જુગાર રમી રમાડે છે. તેવી હકીકત આધારે રેઇડ કરતા (1) નીકુલભાઇ કરશનભાઇ ગોહીલ ઉ.વ.19 ધંધો-મંજૂરી (2) દીનેશભાઇ ઘેલુભાઇ ગોહીલ ઉવ.34 ધંધો-મંજુરી (3) દીલીપસિંહ માનભાઇ ગોહીલ ઉવ.35 ધંધો-ખેતી (4) રાવતભાઇ ભુરાભાઇ ગોહીલ ઉવ.36 ધંધો-મંજુરી (5) પ્રકાશસિંહ જીલુભાઇ ગોહીલ ઉવ.27 ધંધો-મંજુરી (6) ભાવેશભાઇ હામભાઇ ગોહીલ ઉવ.35 ધંધો-મંજુરી (7) માનસિંહ દુદાભાઇ ખસીયા ઉવ.31 ધંધો-મંજુરી રહે બધા મોઠા તા.ઉના જી.ગીર સોમનાથ ઉના વાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ-રૂા.17050ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુન્હો રજી કરાવેલ છે.
ઉપરાંતના નાથળ ગામે નવાપરા વિસ્તારમાં (1) નીતિનકુમાર નવલશંકર પંડ્યા ઉવ.41 ધંધો-કર્મકાંડ રહે.નાથળ ઠે.નવાપરા વિસ્તાર (2) દેવશીભાઇ રૂડાભાઇ સોલંકી ઉવ.24 ધંધો-મજુરી રહે નાથળ ઠે.નવાપરા વિસ્તાર (3) મેરૂભાઇ ગાંડાભાઇ વંશ ઉવ.40 ધંધો-મજુરી રહે.નાથળ ઠે.તળાવ બાજુમાં (4) ભાણાભાઇ બાબુભાઇ સોલંકી ઉવ.41 ધંધો-મંજુરી રહે.નાથળ ઠે.ખોડીયાર વિસ્તાર (5) બીજલભાઇ વાસાભાઇ મકવાણા ઉવ.44 ધંધો-મજુરી રહે.નાથળ ઠે.શંકર મંદિર પાસે વાળાઓને રૂા.15890ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.