For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

1800 કિલો ચાંદીની લૂંટમાં 7 કરોડનો વીમો ચૂકવાયો, રાજકોટની પ્રથમ ઘટના

04:53 PM Mar 06, 2024 IST | Bhumika
1800 કિલો ચાંદીની લૂંટમાં 7 કરોડનો વીમો ચૂકવાયો  રાજકોટની પ્રથમ ઘટના
  • છેલ્લા 22 વર્ષમાં હર્ષ વોરા જ્વેલર્સ ઇન્સ્યોરન્સ દ્વારા રૂા.350 કરોડથી વધારેની રકમ ચૂકવાય
  • એક વર્ષ પહેલાં સાયલા નજીક રાજકોટના 63 વેપારીઓની ચાંદીની થયેલ લૂંટમાં ચાર આરોપી પકડાઇ જવા છતાં પોલીસ માત્ર 100 કિલો ચાંદી જ રિકવર કરી શકી

રાજકોટને જવેલરી અને ઇમીટેશન માટે હબ ગણવામાં આવે છે. દેશભરમાંથી અહીં સોનાની ખરીદી કરવા લોકો આવે છે. દૈનિક કરોડોનો કારોબા વેપારીઓ દ્વારા કરવામાં આવે છે. દૈનિક થતા લેવડ-દેવડના વ્યવહારોમાં કયારેક લુંટ, ધાડ, ચોરીની ઘટના છાશવારે બનતી હોય વેપારીઓ દ્વારા પોતાની અને માલની સલામતી માટે વિમો કઢાવતા હોય છે. વર્ષ પહેલા રાજકોટની 1800 કિલો ચાંદીની લુંટ થઇ હતી. જેમાં મુદામાલ પરત નહીં મળતા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા રૂ.7 કરોડની વિમાની રકમ જવેલર્સોને ચુકવવામાં આવી છે.

Advertisement

આ અંગે રાજકોટના હર્ષ વોરા જવેલરી ઇન્સ્યોરન્સના સ્થાપક અને 22 વર્ષથી આ પેઢી ચલાવતા રાજકોટના હર્ષવર્ધન વોરાએ જણાવ્યું હતું કે ગત ફેબ્રુઆરી મહીનામાં સાયલા નજીક રાજકોટની 1800 કિલો ચાંદીની લુંટ ચલાવવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા મધ્યપ્રદેશની ક્ધજર ગેંગના 4 શખસોની અટકાયત કરી હતી અને 100 કિલો ચાંદી તેમની પાસેથી રિકવર કરવામાં આવી હતી. જયારે અન્ય 1700 કિલો ચાંદીનો હજી કોઇ પતો નથી.

વધુમાં જણાવ્યું હતું કે આ ચાંદી રાજકોટના 63 જવેલર્સની હતી અને લઇને જતી વખતે તેને આંતી લુંટારૂઓએ આ કામને અંજામ આપ્યો હતો. જે રૂા.3.80 કરોડની કિંમતની ચાંદી હતી. જેનો સોની વેપારીઓ દ્વારા કલેમ કરવામાં આવ્યો હતો. પોલીસ જે 1700 કિલો ચાંદી રિકવર નથી કરી શકી તેમાં મારી ઇન્સ્યોરન્સ કંપની દ્વારા 63 જવેલર્સોને રૂા.7 કરોડ જેટલી ઇન્સ્યોરન્સની રકમ ચુકવવામાં આવી છે.

Advertisement

વધુમાં હર્ષવધન વોરાએ કહ્યું હતું કે આ પેઢી હું 22 વર્ષથી ચલાવી રહ્યો છું. જેમાં માત્ર સોની વેપારીઓના જ કલેમ કરવામાં આવે છે. છેલ્લા 22 વર્ષમાં 1800 થી વધારે કલેમ ચુકવવામાં આવ્યા છે. જેમાં રૂા.350 કરોડથી વધુની રકમનું ચુકવણું કરવામાં આવ્યું છે. હાલ જે સાત કરોડના કલેમ ચુકવાયા છે તે અત્યાર સુધીનો સૌથી વધુ કલેમ છે. અગાઉ રાજકોટની તનવી જવેલર્સને રૂા.2.50 કરોડ ચુકવવામાં આવ્યા છે.

હર્ષવર્ધન વોરાએ જણાવ્યું હતું કે આ ઇન્સ્યોરન્સ કંપનીમાં 85 પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે અને આ ઇન્સ્યોરન્સ કંપનીના કલેમમાં જવેલર્સ લોક પોલીસી દુકાનનો સ્ટોક કવર કરવો, કોઇ દ્વારા ઘરેણાની ચોરી કરવી, કારીગર જવેલરી લઇ જતો હોય ત્યારે તે લુંટાઇ છે. અથવા કારીગર લુંટ ચલાવી નાશી જાય છે. લુંટ, આગ, ભુકંપ, ધાડ સહીતની ઘટના સામે આ પોલીસી રક્ષણ આપે છે અને જવેલર્સોને આ કંપની ઉપર ભરોષો પણ છે. આ સાત કરોડ અત્યાર સુધીની સૌથી મોટી રકમ હોવાનું અંતમાં જણાવ્યું હતું.

શહેરમાં અત્યાર સુધી રૂા.150 કરોડ ચૂકવાયા
હર્ષવર્ધન વોરાએ કહ્યું હતું કે છેલ્લા 22 વર્ષમાં 350 થી વધારે કરોડની રકમ કલેમમાં ચુકવાય છે. જેમાં રાજકોટ શહેરમાં જ રૂા.150 કરોડથી વધારેની રકમ ચુકવવામાં આવી છે. આ ઇન્સ્યોરન્સ કંપની અન્ય રાજયમાં પણ કાર્યરત છે. જેમાં કશ્મીરથી લઇ મેઘાલયનો પણ સમાવેશ થાય છે.

લૂંટારુ ગેંગના સાગરીતો જામીન પર મુક્ત
1800 કિલો ચાંદીની લુંટમાં પોલીસ દ્વારા મધ્યપ્રદેશની ક્ધજર ગેંગના ત્રણથી ચાર સાગરીતોની અટકાયત કરી હતી અને રિમાન્ડ પણ માંગ્યા હતા. હાલ ઝડપાયેલા સાગરીતો જામીન પર મુક્ત હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જયારે પોલીસ હજી 1700 કિલો ચાંદી રિકવર કરી શકી નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement