રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખાણી-પીણીના 66 ધંધાર્થીઓને ત્યાં ફૂડશાખાનું ચેકિંગ

12:06 PM Jul 24, 2024 IST | admin
Advertisement

પાણીપુરીનું 155 લીટર પાણી અને 20 કિલો બટાટાના અખાદ્ય માવાનો નાશ, 26 દુકાનો સીલ

Advertisement

જામનગર શહેરમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે, અને શહેરના કેટલાક વોર્ડમાંથી કોલેરા પોઝીટીવ ના કેસો જોવા મળ્યા હોવાથી જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખા ને દોડતી કરાવાઇ છે, અને એક સપ્તાહના સમયગાળા દરમિયાન જુદા જુદા 66 જેટલા પાણીપુરી- ઘૂઘરા શેરડી ના રસ બરફ ગોલા સહિતના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી કલોરીનેશન સંબંધે જરૂૂરી સૂચનાઓ આપીને કલોરીન ટેબલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 155 લીટર પાણીપુરીનું અખાદ્ય પાણી, તેમજ 20 કિલો બટેટાનો માવો ચણા ડુંગળી વગેરેનો સ્થળ પરજ નાશ કરાવવામાં આવ્યો હતો. ઉપરાંત ફાસ્ટફૂડ પાર્લર, પાણીપુરીના વિક્રેતા, શેરડીના રસ ના ધંધાર્થીઓ અને બરફ ગોલાના વેચાણના કુલ 26 જેટલા ધંધાર્થીઓના વેપાર ધંધા ને સીલ કરાવી દેવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાના શહેરી વિસ્તાર મા આવેલા કોલેરા પોઝીટીવ કેસ બાબતે ફૂડ, શોપ, એસ્ટેટ ની સયુંકત ટીમ દ્વારા વોર્ડ નં.12, 13, 15, અને 16 મા ખાણીપીણી જેવી કે પાણીપુરી, ગોલા, શેરડી નો રસ, બરફ, ફાસ્ટફૂડ, બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટર ને ત્યાં રૂૂબરૂૂ ઇન્સપેક્શન કરાયું હતું.

જે દરમિયાન સ્થળ પર ક્લોરીન ટેબલેટ મંગાવી પાણી મા કલોરીનેશન કરાવી સતત કલોરીનેશન જાળવવા ,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા ,સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,તથા ચેકિંગ દરમિયાન 300 ક્લોરીન ની ગોળી નું વિતરણ કરવાની ની કામગીરી કરવામાં આવી હતી.એક સપ્તાહના સમયગાળા દરમિયાન કુલ 66 જેટલા ધંધાર્થીઓને ત્યાં ફૂડ શાખાની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી 13 પાણીપુરી અને 10 શેરડી ના રસ, 3 બરફ નું વેચાણ કરતા વિક્રેતાઓ સહિત કુલ 26 ધંધાર્થીઓ ને બીજો આદેશ ન થાય ત્યાં સુધી વેપાર ધંધા બંધ કરાવેલા છે. જો આ પૈકી કોઈ વેપારી દ્વારા મંજૂરી વગર ફરી ચાલુ કરાશે, તો સદર દુકાનો સીલીંગ કરવામાં આવશે, તેવી સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી.

Tags :
foodepartmentgujaratgujarat newsjamnagarjamnagarnews
Advertisement
Next Article
Advertisement