For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તહેવારોમાં એસટી દ્વારા દોડાવાશે 6500 એક્સ્ટ્રા ટ્રિપ

03:56 PM Aug 14, 2024 IST | admin
તહેવારોમાં એસટી દ્વારા દોડાવાશે 6500 એક્સ્ટ્રા ટ્રિપ

રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે ખાસ આયોજન

Advertisement

ઓગસ્ટ મહિનામાં સૌછી વધુ તહેવારો આવતા હોય છે.ખાસ કરીને સાતમ-આઠમ, જન્માષ્ટમી, રક્ષાબંધનનો પર્વ આવતો હોય છે,મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તકલીફ ના પડે તેને લઈ જીએસઆરટીસી દ્રારા વધુ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.17 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી આ બસો દોડાવવામાં આવશે,

સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ એસટી ડેપોમાંથી આ બસોનું સંચાલન કરાશે,જનમાષ્ટમી અને રક્ષાબંધનનો પર્વ હોવાથી લોકો બહારગામ વધુ જતા હોય છે,મુસાફરોને તકલીફ ના પડે તેને લઈ એસટી નિગમ દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે,દરેક રૂૂટ પર આ વધારાની બસો દોડાવવામાં આવશે,તો મુસાફરનો તહેવારના સમયે વધુ તકલીફ ના પડે અને સમય પ્રમાણે બસો મળી રહે તે માટે આ નિર્ણય મુસાફરો માટે ફાયદારૂૂપ બની રહેશે.
જઝ વિભાગ નિયામકના જણાવ્યા મુજબ તારીખ 19થી 29 આઠ દિવસ સુધી ડિવિઝન હેઠળ આવેલા નવ ડેપોમાં દૈનિક 50થી વધુ ટ્રીપ દોડાવવાનું આયોજન કરાયું છે. પાંચમથી આઠમ દરમિયાન મુસાફરોનો વધુ ધસારો હોય છે. જેથી તે સમયગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો વધારાની બસ દોડાવાશે.દર વર્ષે એસટી વિભાગ દ્રારા તહેવારોના સમયે વિશેષ બસો દોડાવવામાં આવે છે જેના કારણે મુસાફરોને તકલીફનો સામનો કરવો નથી પડતો.

Advertisement

દિવાળીના સમયમાં પણ એસટી વિભાગ દ્રારા વિશેષ બસો દોડાવવામાં આવે છે,એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં સરળતા રહે તે માટે આ બસો દોડાવવામાં આવે છે,વધારાની બસો દોડાવવાથી એસટી વિભાગને સારી આવક થાય છે,સાથે સાથે મુસાફરોને પણ ખાનગી વાહનોનો સહારો લેવો પડતો નથી,ઘણી વાર ખાનગી વાહનો મુસાફરો પાસેથી વધુ ભાડુ લઈ ગેરફાયદો ઉઠાવતા હોય છે.ત્યારે એસટી વિભાગના આ નિર્ણયથી મુસાફરોમાં પણ ખુશી જોવા મળી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement