For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 65 વેપારીઓ રંગે હાથ પકડાયા

06:24 PM Feb 19, 2024 IST | Bhumika
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 65 વેપારીઓ રંગે હાથ પકડાયા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સ્વચ્છતા પખવાડિયું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો, હોકર્સ ઝોન અને શાક માર્કેટ, ફ્લાયઓવર અને અંડરબ્રીજ, ન્યુસન્સ પોઈન્ટ, પબ્લિક પ્લેસ પ્રોમીનેંટ એરિયાની સફાઈ, કોમ્યુંનીટી તથા પબ્લીક ટોયલેટની સફાઈ, આંગણવાડીની સફાઈ (આસપાસની સફાઈ), આરોગ્યકેન્દ્રની સફાઈ (આસપાસની સફાઈ) સહીત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ 2021 અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તા.18-02-2024 અને 19-02-2024ના બે દિવસના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 65 આસામીઓ પાસેથી 12 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂૂ.18750/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

Advertisement

સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 35 આસામીઓ પાસેથી 05 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂૂ.8250/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 10 આસામીઓ 6 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂૂ.5000/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 20 આસામીઓ પાસેથી 1.3 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂૂ.5500/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement