ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુજરાતના 64% બાળકોને સ્માર્ટ ફોન- સોશિયલ મીડિયા એડિક્શન

12:01 PM Jan 21, 2025 IST | Bhumika
Advertisement

એક વર્ષમાં 12થી 17 વર્ષના બાળકોના મોબાઇલ ન મળવાથી કે ગેમ ન રમવા દેવાતા આપઘાતના છ બનાવ નોંધાયા

Advertisement

મોબાઈલ ફોન કોઈપણ ઊંમરની વ્યક્તિ માટે કોઈ ક્ષણે તો તેની નજીકના માણસ કરતાં પણ વધારે જરૂૂરી બની ગયાં હોય તેવો અહેસાસ કોઈને કોઈ વખત તમામ લોકોને થયો જ હશે. આંચકારૂૂપ બાબત એ છે કે, મોબાઈલ ફોન બાળકને એકલવાયાં બનાવી રહ્યાં છે અને અમુક કિસ્સામાં તો બાળકો પોતાની જિંદગી આપવા સુધીના પગલાં ભરી રહ્યાં છે. વિતેલા એક જ વર્ષમાં ગુજરાતમાં 12થી 17 વર્ષના બાળકોએ મોબાઈલ ફોન ન મળવાથી કે મોબાઈલ ફોન ઉપર કોઈ ગેમ કે અન્ય વળગણથી આપઘાત કર્યાના છ બનાવ બની ચૂક્યાં છે.

મોબાઈલ ફોનથી આવતી નિરાશાના કારણે આપઘાત, આપઘાતના પ્રયાસ કે હિંસાત્મક બનાવોના પગલે સરકારે સ્માર્ટ ફોનના વળગણ સામે સ્કૂલો માટે એડવાઈઝરી બનાવવા નિર્ણય કર્યો છે. મોબાઈલ ફોનનો સતત ઉપયોગ વધવાથી બાળકો વધુને એકલવાયાં બની રહ્યાં છે. તાજેતરના ક્રિમિનોલોજી અને સાયકોલોજીના રિસર્સ ખતરાની ઘંટડી વગાડતાં કહે છે કે, મોબાઈલ ફોનનું વળગણ એ ડ્રગ્સના નશા કરતાં પણ ભયંકર છે. વર્ષ 2024માં કરાયેલા એક સર્વે અનુસાર સામાજીક, માનસિક, દેખાદેખીથી અને યુવા માતા-પિતામાં પોતાના માટે થોડો સમય મેળવવા બાળકોને મોબાઈલ ફોન પકડાવી દેવાની વૃત્તિ ભયજનક રીતે વધી છે.

આ કારણે બાળકોમાં મોબાઈલ ફોનનું વળગણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ભવિષ્ય માટે ખતરાની ઘંટડી એ છે કે, મોબાઈલ ફોનનો સતત ઉપયોગ વધવાથી બાળકો વધુને એકલવાયાં બની રહ્યાં છે. બાલ્યાવસ્થાથી કિશોરાવસ્થાના સમયગાળા વચ્ચે મહત્તમ સ્ક્રીનટાઈમ ધરાવતાં બાળકોને મોબાઈલ ફોન એ હદે અસર કરે છે તેમાં દર્શાવાતી બાબતો સાચી માની લે છે. મોબાઈલ ફોનથી સ્ક્રીન-ફ્રેન્ડ બનતાં દોસ્તોની સફળતા અને પોતાની નિષ્ફળતા તેમના કુમળા માનસ ઉપર ઘેરી અસર પહોંચાડે છે.બાળકોમાં સ્માર્ટફોનનું અને સોશિયલ મીડિયાનું એડિકશન-વળગણ ખૂબ જ વધ્યું છે, ત્યારે રાજ્ય સરકાર સ્કૂલો માટે એક એડવાઈઝરી તૈયાર કરશે. શિક્ષણ ક્ષેત્રના તમામ અધિકારીઓથી માંડી ચિલ્ડ્રન યુનિવર્સિટી પાસેથી આ માટે સરકારે સૂચનો મંગાવ્યા છે.

રાજ્યમાં હાલ સ્કૂલોમાં ધો.1થી 12ના બાળકોને મોબઈલ લઈ જવા પર પ્રતિબંધ છે અને કોલેજોમાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈ જઈ શકે છે, પરંતુ ક્લાસરૂૂમમાં વિદ્યાર્થીઓને ફોન ચાલુ રાખવા પર મંજૂરી નથી. પરંતુ કોરોનામાં ઓનલાઈન શિક્ષણ સ્કૂલોમાં થતા બાળકોમાં સ્માર્ટફોનનું એડિકશન ખૂબ જ વધી ગયુ છે અને પ્રી પ્રાયમરીથી લઈને ધો.8 સુધીના બાળકોમાં પણ સોશિયલ મીડિયાનું એડિકશન જોવા મળી રહ્યુ છે.

81 ટકા બાળકોને મોબાઇલ જોતા-જોતા ખાવાની આદત
તાજા સર્વેક્ષણ અનુસાર, રાજ્યના 64 ટકા બાળકોને વધતા-ઓછા અંશે મોબાઈલ ફોનની લત છે. સર્વે પૈકીના 76 ટકા ગ્રામ્ય બાળકો મોબાઈલ ઉપર ગેમ રમે છે, 63 ટકાને કોઈપણ ભોગે મોબાઈલ જોઈએ છે, 81 ટકા બાળકો મોબાઈલ ફોન જોતાં-જોતાં જ ખાવાની આદત છે, 85 ટકા બાળકો શારીરિક ગેમ કરતાં મોબાઈલ ગેમ પસંદ કરે છે. તો 66 ટકા માતા-પિતા થોડો સમય મુક્તિ મેળવવા બાળકને મોબાઈલ પકડાવી દે છે.

અલગ અલગ છ આપઘાતના બનાવ
4 ભુજના મોખાણા ગામે મોબાઈલ ફોન ગેમમાં હારી જવાથી નિરાશાની ગર્તામાં ધકેલાઈ 17 વર્ષના કિશોરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

4બગસરાના વાઘણિયા ગામે રિલ બનાવવાની ઘેલછામાં 15 વર્ષના કિશોરે કેમેરા સામે ઝેરી દવા પી લીધી હતી. ખેડૂત પુત્રને અમરેલી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

4સુરતના વરાછામાં ધોરણ 9માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ માતા-પિતાએ મોબાઈલ ફોન ખરીદી ન આપતાં આપઘાત કરી લીધો હતો. પિતાએ અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા કહીને બાદમાં મોબાઈલ ફોન લઈ આપવા ખાતરી આપી હતી,પરંતુ પુત્રએ જીવન ટૂંકાવી લીઘું હતું.

4રાજકોટ નજીક ધોરણ 12 વિદ્યાર્થીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું. બોર્ડની પરીક્ષા આવતી હોવાથી પિતાએ મોબાઈલ ફોન લઈ લીધો હતો એટલે ધો. 12ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હતું. તો, રાજકોટમાં જ કોલેજીયન સ્ટુડન્ટે ગેમિંગ એપમાં પૈસા ગુમાવતાં આપઘાત કર્યો હતો.

4સુરતમાં ધોરણ 8માં અભ્યાસ કરતી તરૂૂણીએ મોબાઈલ ફોન મુદ્દે પરિવાર સાથે વિવાદ થતાં ગળાફાંસો ખાઈ લીધો હતો. પાંડેસરામાં રહેતી 14 વર્ષની વિદ્યાર્થિનીને માતાએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની ના પાડી હતી.
4મુંબઈમાં પણ ગુજરાતી પરિવારના 16 વર્ષના કિશોરે પરિવારે તેની પાસેથી મોબાઈલ ફોન લઈ લેતાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

Tags :
childrengujaratgujarat newssmartphone and social media addiction
Advertisement
Next Article
Advertisement