શહેરનાં 63 એકમો જોખમી, ફાયર વિભાગ દ્વારા અરજી રદ
ત્રણેય ઝોનમાંથી કોમશિર્ર્યલ તેમજ રહેણાંક બાંધકામેાની 923 અરજી આવેલ
ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ મહાનગરપાલિકા દ્વારા તમામ કોમર્શિયલ અને રહેણાંકના એકમોમાં ફાયર સેફટી મુદ્દે ચકાસણી હાથ ધરી ફાયર સેફટીના સાધનો તેમજ ફાયર એનઓસી ન હોય તેવા એકમો સીલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન સિંગલ સીડી તેમજ એકઝીટ ગેઈટ સહિતના પ્રશ્ર્નો ઉભા થયા હતાં. તેમાં પણ છુટછાટ આપી તમામ એકમોએ ફાયર એનઓસી મેળવવા માટેની સુચના આપવામાં આવેલ. જેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 923 એકમોએ ફાયર એનઓસી માટે અરજી કરેલ જે પૈકી 63 એકમો નિયમ વિરૂધ્ધ હોવાથી તેમની અરજી રિઝેકટ કરાતાં હાલ આ પ્રકારના બાંધકામોમાં આગની દુર્ઘટના થાય ત્યારે મોટી જાનહાનીની ભીતી સેવાઈ રહી છે.
મનપાના ફાયર વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ શહેરની તમામ કોમર્શિયલ અને રહેણાંકની મિલકતો તેમજ શાળા કોલેજો હોટલ, રેસ્ટોરન્ટ સહિતના એકમોમાં ચેકીંગ કામગીરી હાથ ધરી નિયમ મુજબના ફાયર સેફટીના સાધનો વસાવવા તેમજ ફાયર એનઓસી મેળવી લેવાની નોટિસ આપવામાં આવેલ તેમજ અમુક એકમો સીલ કરવામાં આવ્યા હતાં ત્યારબાદ જુના બાંધકામો જેમાં ખાસ કરીને હોસ્પિટલોમાં એકઝીટ ગેઈટ અને સિંગલ સીડીનો ઈસ્યુ ઉભો થયો હતો. તેમજ હાઈરાઈઝડ બિલ્ડીંગોમાં દુકાનો બનાવેલ હોય ત્યારે આ એકમો રહેણાંકમાં ગણવા કે કોમર્શિયલમાં તે મુદ્દે ઉભો થયેલ જેના માટે સરકારે વચગાળાનો રસ્તો કાઢી લોખંડની સીડી તેમજ એકઝીટ ગેઈટનો પ્રશ્ર્ન હલ કર્યો હતો.
છતાં અનેક એકમોએ આજ સુધી ફાયર એનઓસી ન મેળવતાં છેલ્લા એક વર્ષથી ફાયર વિભાગ દ્વારા આ મુદ્દે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે અને જે બાંધકામો પાસે ફાયર એનઓસી ન હોય તેમને નોટિસ આપવામાં આવી રહી છે. જનરલ બોર્ડમાં કોર્પોરેટર દ્વારા પુછવામાં આવેલા પ્રશ્ર્નોના જવાબમાં ફાયર વિભાગે જણાવેલ કે છેલ્લા એક વર્ષ દરમિયાન નવા અથવા જુના કોમર્શિયલ સહિતના 923 બાંધકામોની એનઓસી માટે અરજી આવેલ હતી.
પરંતુ અમુક બાંધકામોમાં ફાયર સેફટીના નવા નિયમો મુજબના સાધનો તેમજ તે પ્રકારનું બાંધકામ ન હોવાથી આવેલ અરજી પૈકી 63 અરજી પેન્ડીંગ રાખી નામંજુર કરેલ છે. ફાયર વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન ફાયર એનઓસી માટે આવેલ અરજી પૈકી 7 ટકા થી વધુ અરજી નામંજુર કરી છે અને આ મુદ્દે જાણવા મળેલ વિગત મુજબ, રહેણાંકની બિલ્ડીંગો માટેના નિયમો આકરા હોવાના કારણે મોટાભાગની રહેણાંકની અરજીઓ નામંજુર કરવામાં આવી છે.
તેવી જ રીતે રહેણાંકના એકમો સીલ કરવાનો નિયમ ન હોવાથી આ મુદ્દે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં વોટર ટેન્ક સહિતના સાધનો વસાવવા માટેની આ એકમોને તાકીદ કરવામાં આવી છે.
નામંજૂર થયેલ વોર્ડ વાઈઝ અરજી
વોર્ડ નં.1 - 4 અરજી
વોર્ડ નં.2 - 1 અરજી
વોર્ડ નં.3 - 1 અરજી
વોર્ડ નં.5 - 1 અરજી
વોર્ડ નં.7 - 4 અરજી
વોર્ડ નં.8 - 3 અરજી
વોર્ડ નં.9 - 2 અરજી
વોર્ડ નં.10 - 8 અરજી
વોર્ડ નં.11 - 8 અરજી
વોર્ડ નં. 12 - 4 અરજી
વોર્ડ નં.13 - 5 અરજી
વોર્ડ નં.15 - 1 અરજી
વોર્ડ નં.16 - 1 અરજી
વોર્ડ નં.17 - 4 અરજી
વોર્ડ નં.18 - 11 અરજી
કુલ 53 અરજી