મુખ્ય માર્ગો પરથી 63 રેંકડી, કેબિન અને 178 બોર્ડ, બેનરો જપ્ત કરાયા
જુદી જુદી 165 પરચૂરણ ચીજવસ્તુ જપ્ત કરી 1142 કિલો સડેલા શાકભાજીનો નાશ કરાયો
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા આજ રોજ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી હાથ ધરી વધુ 63 કેરડી કેબીન તથા 178 બોડ-બેનર અને 165 પરચુરણ ચિજ-વસ્તુ જપ્ત કરી શાક માર્કેટમાંથી 1142 કિલો સડેલા શાકભાજીનો નાશ કરવામાં આવ્યો હતો.
જેમાં સંતકબીર રોડ સધરાર માર્કેટ, મોચીબજાર, નાના મૌવા મેઈન રોડ, રામાપીર ચોકડી, ગાયત્રીનગર મેઈન રોડ, જ્યુબેલી માર્કેટ મેઈન રોડ, ગુંદાવાડી પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 63 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી. સેટેલાઈટ ચોક, ચુનારાવાડ, બાપાસિતારામ ચોક, રામાપીર ચોકડી, નાણાવટી ચોક, લાખાજીરાજ રોડ, જામનગર રોડ, હોસ્પિટલ ચોક, એરપોર્ટે રોડ, ગાયત્રીનગર મેઈન રોડ, મોરબી રોડ પરથી જુદીજુદી અન્ય 165 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ છે. રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ, જામનગર રોડ, જંકશન, જ્યુબેલી માર્કેટ, રોડ પરથી 1142 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ. રૈયાધાર મેઈન રોડ, લાખના બંગલાવાળો રોડ, વેસ્ટ ઝોન વિસ્તાર, કાલાવડ રોડ, ગોવર્ધનચોક, ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ, લિમડા ચોક, આહિર ચોક, એસ્ટ્રોન ચોક, ઢેબર રોડ પાસેથી 178 બોર્ડ-બેનર જપ્ત કરેલ હતા.