રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જાહેર માર્ગો ઉપર વધુ 63 રેંકડી કેબિન અને 980 બોર્ડ-બેનર જપ્ત

05:45 PM Mar 04, 2024 IST | admin
Advertisement

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ.19/02/2024 થી 25/02/2024 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ જેમાં વધુ 63 રેકડી-કેબીન 980 બોર્ડ-બેનર જપ્ત કરી રૂા. 1.67 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.

Advertisement

મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી,ગુંદાવાડી,જ્યુબેલી માર્કેટ,બજરંગવાડી,જામનગર રોડ,અશોક ગાર્ડેન,બુધવારી,ગાયત્રીનગર મેઈન રોડ,આહીર ચોક પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 63 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી, જ્યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ,આનંદબંગલા ચોક,ખાદીભવન સામે,અર્ટીકા,રવિરત્ન પાર્ક,માધાપર ચોકડી,જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયાત્રીનગર,હોસ્પિટલ ચોક,ગરૂૂડગરબી ચોક પરથી જુદીજુદી અન્ય 119 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ. વેસ્ટ ઝોન,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્મિનગર નાલા પાસેથી 712 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ. પુષ્કરધામ મેઈન રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ,નંદનવન,મવડી વિસ્તાર,મટકી ચોક,સ્વામીનારાયાણ ચોક પરથી રૂૂ.72,450/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ 80ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂૂ.95,450/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. કાલાવડ રોડ,યુનિ. રોડ ,સ્પિડવેલ ચોક સુધી,સાધુવાસવાણી રોડ,ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, સંતકબીર રોડ પાસેથી 980 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement