63 બાળકો હાર્ટ પેશન્ટ, 19ને કેન્સર
કોર્પોરેશનની શાળા, આરોગ્ય ચકાસણીમાં ચોંકાવનારા આંકડા
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરી શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો હતો શહેરની તમામ શાળાઓના 2,86,836 બાળકોની ચકાસણી કરાતા ચોકાવનારા આંકડાઓ બહાર આવ્યા છે જે મુજબ નાની ઉંમરમાં હૃદય રોગના લક્ષણો ધરાવતા 63 બાળકો ને નોંધણી કરવામાં આવી છે અલગ અલગ શાળાઓમાં અભ્યાસ કરતા 63 બાળકોને અત્યારથી હાર્ટ એટેક ના લક્ષણો જોવા મળ્યા છે તેના લીધે આરોગ્ય વિભાગે આ બાળકોના વાલીઓને આ અંગેની જાણકારી આપી જરૂૂરિયાત મુજબની ટ્રીટમેન્ટ લેવાની સૂચના સાથે આરોગ્ય વિભાગે પણ અન્ય રોગના લક્ષણો ધરાવતા બાળકો ની સારવાર સહિતના પગલાંઓ લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી આદેશ બાદ દર વર્ષે શાળામાં ભણતા તમામ બાળકો નું આરોગ્ય ચકાસવામાં આવે છે જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની પ્રાથમિક તેમજ પ્રાઇમરી શાળાઓમાં ચકાસણી યાદ કરવામાં આવી હતી મહાનગરપાલિકા તેમજ અન્ય 20 ડોક્ટરો અને પેરા મેડિકલ ની ટીમ દ્વારા શાળા ચકાસણી કાર્યક્રમ દરમિયાન અલગ અલગ પ્રકારના રોગના લક્ષણો ધરાવતા બાળકોની યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં જેમાં ફરી વખત હૃદય રોગના લક્ષણો ધરાવતા 63 બાળકો નોંધાયા છે.
આથી આરોગ્ય વિભાગ ચોકી ઉઠ્યું હતું અને અને શાળાના તમામ 2,86,836 બાળકોની યાદી તૈયાર કરી રાજ્ય સરકારમાં મોકલવામાં આવી છે તેમજ તેમજ અલગ અલગ પ્રકારના રોગના લક્ષણો ધરાવતા બાળકોની યાદી અલગથી તૈયાર કરી તેઓની સારવાર માટે પણ પગલાંઓ લેવાનું શરૂૂ કરવામાં આવ્યું છે.
આમ આમ શાળા આરોગ્ય ચકાસણી દરમિયાન ફરી એક વખત વધુ બાળકોમાં હૃદય રોગના લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ ચોંકી ઊઠ્યું હતું અને આ મુદ્દે સરકારે પણ સૂચના આપી સૂચના આગામી દિવસોમાં સાડા આરોગ્ય ચકાસણી માં નવા ફેરફારો તેમજ ગંભીર પ્રકારના રોગના લક્ષણો ધરાવતા બાળકો ના વાલીઓને સૂચનાઓ આપવા તેમજ આ પ્રકારના મધ્યમ વર્ગી બાળકોને જરૂૂરી સારવાર માટે પણ પગલાં લેવામાં આવે એમ જણાવ્યું છે.
અલગ અલગ રોગના લક્ષણો ધરાવતા બાળકો
કેન્સર 19
કાનની બહેરાશ 6
કિડની રોગ 13
હાર્ટ એટેક 63
થેલેસેમિયા 4
લીવર 18