રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઇન્સ્યોરન્સ પોલિસીના નામે મહિલા સાથે 61 હજારની છેતરપિંડી: રૂપિયા પરત કરવા માંગ

04:28 PM Aug 13, 2024 IST | admin
Advertisement

ગિફ્ટ માટે ફોન કરી બોલાવ્યા બાદ ફેમિલી ઇન્સ્યોરન્સ ક્વર થશેનું કહી માત્ર પતિની અકસ્માત પોલિસી નીકળી: દોઢ વર્ષથી ધક્કા ખવડાવે છે

Advertisement

શહેરમાં રહેતી મહિલા સાથે ઇન્સ્યોરન્સ પોલીસીના નામે રૂા.61 હજારની છેતરપીંડી થઇ હતી. જે અંગે મહિલાએ પોલીસ અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી. ગિફ્ટ માટે ફોન કરી બોલાવ્યા બાદ ફેમિલી ઇન્સ્યોરન્સ ક્વર થવાનું કહી વિશ્ર્વાસમાં લઇ વિમો ઉતાર્યા બાદ કંપનીએ માત્ર પતિની અકસ્માત પોલીસી કાઢી છેતરપીંડી કરી હતી. જેથી મહિલાએ રૂપિયા પરત આપવા માંગ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રહેતી આશાબેન પટેલ નામની મહિલાએ જણાવ્યું કે, તેને ગિફ્ટ માટે ફોન કરી ગોંડલ રોડ પર ઇન્સ્યોરન્સ કંપનીમાં બોલાવ્યા બાદ ફેમિલી ઇન્સ્યોરન્સ ક્વર થશે અને પ્રેગ્નેન્સી સહિતનો મેડીક્લ ખર્ચ મળશે. તેમ કહીં સમજાવતા તેણે પોલીસી લીધી હતી અને રૂા.31500નો ચાર્જ લેવામાં આવ્યો હતો. બાદમાં બીજા વર્ષે દર મહિને પૈસા ભરવાનું કહેવા છતા એક સાથે વર્ષના રૂા.31500 બેંક ખાતામાંથી ઉપાડી લીધા હતા.

બાદમાં ઘરે પોલીસી આવી ત્યારે માત્ર પતિના નામે અકસ્માત પોલીસી હોવાથી તેની સાથે છેતરપીંડી થયાની જાણ થઇ હતી. જેથી તેઓ ઇન્સ્યોરન્સની ઓફીસે રજૂઆત કરવા જતાં માર માર્યાનો આક્ષેપ પણ કર્યો હતો. આ અંગે તેમણે મેનેજર અવીનાશ દેસાઇ અને સામ્યા દેશાઇ સામે મારામારી અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. રૂા.61 હજાર પડાવી લીધાની ફરિયાદ પોલીસ અને ગ્રાહક સુરક્ષામાં કરી હતી.

રિલાયન્સ ઇન્સ્યોરન્સ કંપનીના નામે ફેમિલી ઇન્સ્યોરન્સ કવર થશે કહી પોલીસી લેવડાવી હતી. જેમાં પ્રેગ્નન્સીનો ખર્ચો ઇન્સ્યોરન્સ કંપની આપશે તેવું સમજાવ્યા બાદ કોઈ જ લાભ ન આપ્યો. તેમજ ઇન્સ્યોરન્સ પોલીસી આવી ત્યારે માત્ર પતિના નામે એક્સિડન્ટ પોલીસી જ આવી હતી. તેમજ ગોંડલ રોડ પર રિલાયન્સ ઇન્સ્યોરન્સ કચેરીએ રજૂઆત કરવા જતા માર માર્યો હતો. જેમાં દર વર્ષે 31500 રૂૂપિયાનો પોલીસીનો ચાર્જ લેવામાં આવ્યો છે. તેથી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારી અને ફ્રોડની ફરિયાદ નોંધાવી છે. જેમાં ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર અમીનાશ દેસાઈ અને સામ્યા દેસાઈ સામે ફરીયાદ નોંધાવી છે. જૂન 2023થી અત્યાર સુધીમાં 61 હજાર રૂૂપિયાની છેતરપિંડી થઈ તે રૂૂપિયા પરત કરાવવામાં આવે તેવી માગ કરાઇ રહી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsrajkotpolicescam
Advertisement
Next Article
Advertisement