For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 5 વર્ષમાં ઘરેલુ હિંસામાં 61 ટકાનો વધારો

04:53 PM Mar 08, 2024 IST | Bhumika
ગુજરાતમાં 5 વર્ષમાં ઘરેલુ હિંસામાં 61 ટકાનો વધારો
  • અભયમ હેલ્પલાઈન 181 પાસે એક વર્ષમાં 98830 મહિલાઓએ માગી મદદ, સાત વર્ષમાં કુલ 14 લાખ કોલ્સ
  • વર્ષ 2023માં લગ્નેતર સંબંધો અને જાતીય સતામણીના સૌથી વધુ કેસ, કસ્ટડીના પણ પાંચ હજારથી વધુ કિસ્સા

ગુજરાતમાં મહિલાઓની મદદ માટે શરૂ કરવામાં આવેલ હેલ્પલાઈન અભયમમાં મદદ માટે વર્ષ 2023માં કુલ 98830 કોલ્સ આવ્યા હ તાં રાજ્યમાં કોરોના કાળમાં ઘરેલુ હિંસાના બનાવોમાં વધારો આવ્યો હતો. કોરોના સમયના વર્ષ 2019થી 2023 સુધીમાં ઘરેલું હિંસાના બનાવોમાં 61 ટકાનો વધારો નોંધાયો છે. 2019માં અભયમને મદદ માટે 61159 કોલ્સ મળ્યા હતાં, તેની સામે 2023ના વર્ષમાં આ સંખ્યા 98830 ઉપર પહોંચી છે. વર્ષ 2023મા લગ્નેતર સબંધની સૌથી વધુ 10373 અને જાતિય સતામણીની 10164 ફરિયાદો મળી છે. જ્યારે કાયદાકીય બાબતોના 7243 તેમજ કસ્ટડીના 511 કોલ્સ મળ્યા છે.

Advertisement

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને ૠટઊં ઊખછઈં દ્વારા સંકલિત રીતે 8મી માર્ચ 2015ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાજ્યવ્યાપી 181 અભયમ મહિલા હેલ્પલાઈન શરૂૂ કરાઈ હતી. જેને 8મી માર્ચ-2024ના રોજ 9 વર્ષ પૂરા થશે. જેમાં 181 મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ છેલ્લાં 9 વર્ષમાં અંદાજે 13.99 લાખ મહિલાઓને સેવા આપી 181 અભયમ હેલ્પલાઇન ખરા અર્થમાં મહિલાઓ માટે સંકટ સમયની સાથી બની.

મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યના વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા અને આર્થિક-કેપિટલ એવા અમદાવાદ શહેરમાં ખૂબ જ ઓછા સમયમાં રેસ્ક્યુવાનની સેવા મળી રહે તે હેતુથી નવી કુલ-12 અભયમ રેસ્ક્યુવાનને 181 અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ 5 માર્ચ 2023ના રોજ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવી છે.
આમ, સમગ્ર દેશમાં ગુજરાત એ આગવી પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. જેમાં 181 મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ 59 રેસ્ક્યુવાનનો કાફલો 247 મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત રહેશે. મહિલા અને બાળ વિકાસ વિભાગનાં મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે સ્માર્ટ 181 અભયમ મહિલા હેલ્પલાઈન પેપરલેસ સીએડી-ઈઅઉ સિસ્ટમનું લોકાર્પણ 6ઠ્ઠી માર્ચ 2024ના રોજ કરાયું છે, જેના થકી સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યની 181 અભયમ મહિલા હેલ્પલાઈનના રિસ્પોન્સ સેન્ટરના અદ્યતન સીએડી સિસ્ટમના માળખા સાથે અભયમ રેસક્યું વાનને જોડીને પેપરલેસ સીએડી- ઈઅઉ સિસ્ટમ સાથેની કાર્યપ્રણાલી સહિત ડિજિટલ દસ્તાવેજોની સાચવણી કરવાની ટેક્નોલોજીસભર પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. 181 હેલ્પલાઇન હેઠળ મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી મહિલાને તાત્કાલિક સહાય અપાઈ છે. 108ની સેવા તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી 24 કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરી છે. પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ, મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પડાય છે. આ સેવા હેઠળ મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો), શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ, લગ્ન જીવન, અન્ય સંબંધોના વિખવાદો, જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો, કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી, માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ), આર્થિક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નોમાં મદદ અપાય છે.

Advertisement

9 વર્ષમાં 13,99,761 મહિલાઓને સલાહ, બચાવ, માર્ગદર્શન અપાયું
માત્ર 9 વર્ષમાં 13,99,761થી વધારે મહિલાઓને જરૂૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પૂરુંં પાડવામાં આવ્યું છે. તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સેલર જઇને 2,81,767 મહિલાને મદદ પૂરી પાડી છે. 1,77,421 કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કર્યો છે.86,062 જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું કરીને લાંબાગાળાના કાઉન્સેલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવ્યા હતાં.

વર્ષ 2023માં કઈ સમસ્યાના સૌથી વધુ કોલ આવ્યાં?
સમસ્યા                    -     કોલ્સ
ઘરેલું હિંસા             -   98,830
લગ્નેતર સંબંધ        -   10,373
જાતીય સતામણી  - 10,164
કાયદાકીય             -   7,243
કસ્ટડી                    -  5,131

છેલ્લા પાંચ વર્ષના આંકડા
2019 -61,159
2020 -66,282
2021 -79,675
2022- 87,732
2023 -98,830

Advertisement
Tags :
Advertisement
Advertisement