રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતને કેન્દ્ર દ્વારા 600 કરોડની ફાળવણી

11:11 AM Oct 01, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કેન્દ્રએ ગુજરાત, મણિપુર અને ત્રિપુરા જેવા પૂરથી પ્રભાવિત રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી તેના હિસ્સા તરીકે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એડવાન્સ તરીકે ₹675 કરોડની મંજૂરી આપી છે.

આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન અતિ ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે આ રાજ્યો પ્રભાવિત થયા છે એમ એક સત્તાવાર અહેવાલમાં જણાવાયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય ટીમો ટૂંક સમયમાં બિહાર અને પશ્ચિમ બંગાળમાં મોકલવામાં આવશે, જેઓ પણ તાજેતરમાં પૂરથી પ્રભાવિત છે અને ત્યાંના નુકસાનનું સ્થળ પર આકારણી કરશે.કેન્દ્ર સરકારે SDRF તરફથી કેન્દ્રીય હિસ્સા તરીકે ગુજરાતને ₹600 કરોડ, મણિપુરને ₹50 કરોડ અને ત્રિપુરાને ₹25 કરોડ અને NDRFતરફથી એડવાન્સ આપવાની મંજૂરી આપી છે.

આ વર્ષ દરમિયાન આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુર અત્યંત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે પ્રભાવિત થયા હતા. નુકસાનનું સ્થળ પર આકારણી કરવા માટે આ તમામ અસરગ્રસ્ત રાજ્યોમાં IMCT ને નિયુક્ત કરવામાં આવ્યા છે. બાકીના રાજ્યોને વધારાની નાણાકીય સહાયનો નિર્ણય IMCT રિપોર્ટ્સ મળ્યા પછી કરવામાં આવશે. વધુમાં, તાજેતરમાં, બિહાર અને પશ્ચિમ બંગાળ પણ પૂરથી પ્રભાવિત થયા છે અને નુકસાનનું સ્થળ પર આકારણી કરવા માટે ટૂંક સમયમાં ઈંખઈઝત મોકલવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના માર્ગદર્શન હેઠળ, કેન્દ્ર સરકાર પૂરથી પ્રભાવિત રાજ્યોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે, એમ રિલીઝમાં જણાવાયું છે. આ વર્ષ દરમિયાન, કેન્દ્ર સરકારે 21 રાજ્યોને SDRF તરફથી ₹9044.80 કરોડ, NDRF તરફથી 15 રાજ્યોને ₹4528.66 કરોડ અને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડમાંથી 11 રાજ્યોને ₹1385.45 કરોડની રકમ જારી કરી છે. નાણાકીય સહાય ઉપરાંત, કેન્દ્ર સરકારે તમામ લોજિસ્ટિક સહાય પૂરી પાડી છે, જેમાં તમામ પૂર પ્રભાવિત રાજ્યોને NDRF, આર્મી અને એરફોર્સ સપોર્ટની જરૂૂરી ટીમોની તૈનાત સહિતની મદદ મળી છે.

Tags :
Center to Gujaratgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement