ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પેસેન્જર ભરવા બાબતે ડખો થતા ચાલક ઉપર 6 શખ્સોનો છરીથી હુમલો

04:09 PM Jul 26, 2024 IST | admin
featuredImage featuredImage
oplus_2097184
Advertisement

રૈયાધારનો યુવાન ઇન્દિરા સર્કલ પાસે હતો ત્યારે બનાવ: ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો

Advertisement

શહેરના રૈયાધારમાં રહેતો રીક્ષા ચાલક યુવાન ઇન્દિરા સર્કલ પાસે હતો ત્યારે અગાઉ પેસેન્જર ભરવા બાબતે ઝઘડો થયાનો ખાર રાખી 6 શખ્સોએ છરી વડે હુમલો કરતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતો અને રીક્ષા ચલાવતો બાલા દેવાભાઇ બોડીયા (ઉ.વ.25)નામનો યુવાન આજે સવારે ઇન્દિરા સર્કલ પાસે હતો. ત્યારે સાગર, રોહિત અને તેની સાથેના 4 ચાર અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કરતા તેને હાથ ભાગે તથા પડઘાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ગઇકાલે રીક્ષામાં પેસેન્જર ભરવા બાબતે ઇજાગ્રસ્ત યુવાનને આરોપીઓ સાથે ઝઘડો થયો હોય. જેનો ખાર રાખી આજે હુમલો કર્યોનું જાણવા મળ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
attactgujaratgujarat newsRaiyaraiyagamrajkotrajkot news
Advertisement
Advertisement