For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છ સરહદે ડિહાઇડ્રેશનથી 6 જવાનો બેભાન, 2નાં મોત

11:12 AM Jul 20, 2024 IST | admin
કચ્છ સરહદે ડિહાઇડ્રેશનથી 6 જવાનો બેભાન  2નાં મોત

લખપત સરહદે પેટ્રોલિંગ દરમિયાન અસહ્ય બફારા અને ગરમીના કારણે જવાનોને અસર, બીએસએફના આસિ. કંપની કમાન્ડર અને કોન્સ્ટેબલના મોતથી સેનામાં શોકની લાગણી

Advertisement

ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે તેવા સમયે જ રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાં પાકિસ્તાન સરહદે ભયાનક ગરમી અને બફારાના કારણે ભારતી સીમા સુરક્ષા દળના 6 જેટલા જવાનો અધિકારીઓને ડીહાઈડ્રેશન થઈ જતાં તેમાંથી આસિસ્ટન્ટ કંપની કમાન્ડર અને બીએસએફના એક હેડકોન્સ્ટેબલ સહિત બેના મોત નિપજ્યાના અતિદુ:ખદ સમાચાર મળી રહ્યા છે. ત્યારે અન્ય 4 જવાનોને ભૂજની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રારંભીક મળતા અહેવાલો મુજબ કચ્છ સરહદે હાલ ચરસ અને અન્ય નશીલા દ્રવ્ય સતત મળી રહ્યા હોવાથી પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે. પરંતુ સરહદી વિસ્તારમાં વાતાવરણ અનુકુળ ન હોવાથી અને જવાનોને પીવાના પાણીની સમસ્યા રહેતી હોવાથી અવાર નવાર જવાનો માંદગીમાં પટકાય છે. તેવામાં લખપત સરહદે પેટ્રોલીંગ કરી રહેલા 6 જેટલા જવાનો-અધિકારીઓને ડીહાઈડ્રેશનની અસર થતાં આ જવાનો બેભાન થઈ જતાં તાબડતોબ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરંતુ મળતા અહેવાલો મુજબ ડીહાઈડ્રેશનનો ભોગ બનેલા બે જવાનોના દુ:ખદ મોત નિપજ્યા છે.

Advertisement

સ્થાનિક સુત્રોના કહેવા મુજબ કચ્છની લખપત સરહદે અત્યંત કાદવ-કીચડ વાળા અટપટા ક્રિક વિસ્તારમાં પિલર નંબર-1136 પાસે જવાનો પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ભારે ગરમી અને બફારાના કારણે 6 જવાનોને ડિહાઈડ્રેશનની અસર થઈ હતી. અને બેભાન થઈ ગયા હતાં. જ્યારે બીજી કંપની પેટ્રોલીંગમાં પિલર નં. 1136 પાસે પર્હોંંચી ત્યારે આ ઘટનાની જાણ થતાં તાબડતોબ 6 જવાનોને હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ તે દરમિયાન બીએસએફના કંપની આસિસ્ટન્ટ કમાન્ડર વિસ્વા દેઓલ અને હેડ કોન્સ્ટેબલ દયારામ મૃત્યુ સામેનો જંગ હારી ગયા હતાં. જ્યારે અન્ય 4 જવાનોને ભૂજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યારે બેભાન થઈ ગયેલા અન્ય 4 જવાનો-અધિકારીઓને સારવાર માટે ભૂજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતા અહેવાલો મુજબ હાલ ચોમાસુ સિઝનના કારણે કચ્છના રણના સરહદી વિસ્તારોમાં ભયાનક ગરમી અને અસહ્ય બફારો અનુભવાય રહ્યો છે. તેવામાં સરહદ ઉપર પેટ્રોલીંગ કરી રહેલા જવાનોની હાલત અત્યંત દયાજનક બની છે. પરંતુ માભોમની રક્ષા કાજે જવાનો જીવની બાજી લગાડીને પણ સરહદે રક્ષા કરી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement