સુરતમાં ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતાં 6 લોકો દાઝ્યા, ત્રણની હાલત ગંભીર
સુરતના પુણા ગામ વિસ્તારમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા ૬ લોકો દાઝી ગયા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મકાનના બીજા રૂમમાં એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં બંને રૂમમાં આગ લાગી હતી. ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એક મકાનમાં આજે વહેલી સવારે ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા જ આગ લાગી હતી .જેના પગલે રૂમાં રહેલા તમામા સભ્યોમાં નાશભાગ મચી ગઈ હતી. ઘટનામાં ૬ સભ્યો દાઝ્યા હતા. હાલ તમામને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. સોસાયટીમાં 42 વર્ષીય પપ્પુ ગજેન્દ્ર ભદોરિયા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની બે દીકરી અને એક દીકરો છે.
ઘટની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટન સ્થળે પહોચી હતી. સમગ્ર ઘટના બાબતે ફાયર ઓફિસરે કહું કે સવારે ફાયર કંટ્રોલને કોલ મળ્યો હતો ત્યાર બાદ કાપોદ્રા અને ડુંભાલ ફાયર વિભાગની ૪ ગાડી ઘટના સ્થળે પહોચી હતી.
ઇજાગ્રસ્તનાં નામ
પપ્પુ ગજેન્દ્ર ભદોરિયા
સોના
મોનિકા
જ્હાનવી
અમન
ગોપાલ ઠાકુર