For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં કોલેજિયન સહિત 6 નવા અપમૃત્યુ

03:33 PM Aug 19, 2024 IST | Bhumika
રાજકોટમાં કોલેજિયન સહિત 6 નવા અપમૃત્યુ
Advertisement

રાજકોટમાં તહેવાર ટાણે યમરાજે ધામા નાખ્યા હોય તેમ કોલેજીયન યુવાન સહિત સાત લોકોના અપમૃત્યુ નિપજ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. છ લોકોના મૃત્યુથી પરિવારમાં અરેરાટી સાથે કરૂણકલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટની પેડક રોડ પર આવેલી ત્રિવેણી સોસાયટીમાં રહેતા રોહિતભાઈ મહેન્દ્રભાઈ સાવલીયા નામનો 34 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રિના સમયે બિમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કર્યો હતો.

ત્રીજા બનાવમાં યુવરાજનગરમાં આવેલા મફતીયાપરા વિસ્તારમાં રહેતા સવિબેન ભાણાભાઈ સોરાણી નામના 47 વર્ષના પ્રૌઢા પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. ચોથા બનાવમાં જામનગર રોડ પર શેઠનગર પાસે આવેલી નંદનવન સોસાયટીમાં આવેલા કિશોરભાઈ રામજીભાઈ ઉધરેજા (ઉ.45) પોતાના ઘરે હતા ત્યારે મધરાત્રે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રેસરી હતી. પ્રાથમિક પુછપરછમાં કિશોરભાઈ ઉધરેજાનું તાવ અને શ્ર્વાસની બિમારી સબબ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. પાંચમાં બનાવમાં ઈન્ડિયન પાર્ક આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા પરબતભાઈ માનાભાઈ સમેચા (ઉ.5) પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. યુવકનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. છઠ્ઠા બનાવમાં રૈયા રોડ પર આવેલી સરકારી કર્મચારી સોસાયટીમાં રહેતા રાજેશભાઈ દુર્લભભાઈ ભુપતર (ઉ.60) પોતાના ઘરે હતા ત્યારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

Advertisement

વૃધ્ધના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક વૃધ્ધ પાસેથી મળેલી સ્યુસાઈડમાં માથાના દુ:ખાવાથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું હતું. સાતમાં બનાવમાં મોરબી રોડ પર જકાતનાકા પાસે સંગીતા પાર્કમાં રહેતા જીવનભાઈ રતાભાઈ રાઠોડ (ઉ.62) બિમારી સબબ આઠ દિવસ પૂર્વે એસીડ પી લીધું હતું. ટૂંકી સારવાર દરમિયાન વૃધ્ધનું હોસ્પિટલના બીછાને મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

અન્ય બનાવમાં રૈયાધાર વિસ્તારમાં રહેતી અને સાણંદમાં કંપનીમાં નોકરી કરતી હિનાબેન ગુલામભાઈ રસુલ નામની 23 વર્ષની યુવતી રજામાં ઘરે આવી હતી ત્યારે માતાની ગરીબ પરિસ્થિતિ જોઈ તેણીને લાગી આવતાં ફીનાઈલ પી લીધું હતું. જ્યારે રતનપર ગામ પાસે આવેલ રતનમ રેસીડેન્સીમાં રહેતી લક્ષ્મીબા કૃષ્ણ સિંહ પરમાર નામની 27 વર્ષની પરિણીતાએ માનસિક બિમારીથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. જ્યારે બાબરીયા કોલોની પાસે રહેતી ડિમ્પલબેન દિપકભાઈ સોલંકી નામની 28 વર્ષની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ ગટગટાવી લીધું હતું. ફિનાઈલ પી લેનાર યુવતી સહિત ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement