For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં કોરોનાના વધુ 6 કેસ, રાજકોટમાં માસ્કની સલાહ

03:55 PM Dec 21, 2023 IST | Bhumika
અમદાવાદમાં કોરોનાના વધુ 6 કેસ  રાજકોટમાં માસ્કની સલાહ

શરદી-તાવ કે કોવિડના લક્ષણ જણાય તો ટેસ્ટિંગ કરાવવા મહાનગરપાલિકાની અપીલ

Advertisement

દેશના અન્ય રાજ્યોની સાથે હવે ગુજરાતમાં પણ વાઈબ્રન્ટ સમિટ પેલા કોરોનાએ માથુ ઉંચકયું છે અને સરકારની ચિંતા વધારી દીધી છે. ગઈકાલે અમદાવાદમાં સાત સહિત ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટના 11 કેસ નોંધાયા બાદ આજે અમદાવાદમાં એક જ દિવસમાં વધુ છ કેસ નોંધાતા ફફડાટ ફેલાઈ જવા પામેલ છે અને આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.

બીજી તરફ રાજકોટમાં ગઈકાલે એક કેસ નોંધાતા મહાનગરપાલિકાએ આજે બપોરે એક એડવાઈઝરી જાહેર કરી લોકોને વાયરલ રોગચાળાથી બચવા માટે તેમજ કોવિડ-19 સામે રક્ષણ મેળવવા માટે ઘરની બહાર જાય ત્યારે માસ્ક પહેરવા સલાહ આપી છે તેમજ તાવ, શરદી કે કોવિડના લક્ષણો હોય તો ઘરે જ રહેવા તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટીંગ કરાવવા સલાહ આપવામાં આવી છે આ ઉપરાંત છીક આવે ત્યારે મોં પર રૂમાલ રાખવા અને એકબીજાના સંપર્ક ટાળવા તથા વૃધ્ધો, બાળકો, સગર્ભા મહિલાઓ અને બિમાર લોકોને ઘર બહાર જવાનું ટાળવા જણાવાયું છે.

Advertisement

અમદાવાદમાં ગઈકાલ સુધીમાં કોરોનાના 7 એક્ટિવ કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે એક જ દિવસમાં વધુ 6 કેસ બહાર આવ્યા છે. આ કેસો નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં નોંધાયા છે. જેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરૂૂષ સંક્રમિત થયા છે. આથી એક્ટિવ કેસની સંખ્યા 13 પર પહોંચી છે. એક જ દિવસમાં 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. નવા વેરિએન્ટ વચ્ચે કેસમાં વધારો થતા ચિંતા વધી છે.

ગુજરાતમાં ઓક્ટોબરની સરખામણીએ ડિસેમ્બર મહિનામાં નોંધાયેલા કેસની સંખ્યા ઓછી છે. ગઇકાલ સુધીમાં રાજ્યમાં 13 જેટલા એક્ટિવ કેસ હતા, જેમાં અમદાવાદમાં સાત કેસ નોંધાયા હતા. શહેરના જોધપુર, પાલડી અને ઘાટલોડિયામાં કેસ નોંધાયા હતા. આ સાત લોકોમાં 4 મહિલા અને 3 પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તમામનાં સેમ્પલ જિનોમ સિક્વસિંગ માટે મોકલવામાં આવ્યાં હતા.

જ્યારે આ સાત દર્દીમાંથી 5 દર્દી વિદેશપ્રવાસથી પરત ફર્યા હતા, જ્યારે બે દર્દી અમદાવાદના જ છે. આ પાંચ દર્દી ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને યુકેથી પરત ફર્યા હતા. 15 વર્ષના કિશોરથી લઈને 70 વર્ષના વૃદ્ધ સુધીના લોકો પોઝિટિવ આવ્યા છે. સિંગાપોરથી પરત આવ્યા બાદ 15 વર્ષનો કિશોર પોઝિટિવ આવ્યો છે. જોકે એકપણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 7 કેસ નોંધાયા હતા. જ્યારે આજે વધુ 6 કેસ નોંધાયા છે. ગ્રામ્યમાં 1 કેસ સામે આવ્યો છે. તેમજ વડોદરામાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 અને ગ્રામ્યમાં 1 કેસ પોઝિટિવ આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement