ચાર તબીબ વિદ્યાર્થી સહિત 6 કોરોના પોઝિટિવ
જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ ધીમા પગલે યથાવત જળવાઈ રહ્યું છે. આજે શહેર માં કુલ 6 નવા કેસ નોંધાયા છે. જેમાં ડેન્ટલ કોલેજ ની હોસ્ટેલ માં રહેત ચાર તબીબી વિદ્યાર્થીઓ નો પણ સમાવેશ થાય છે. આ તમામ હોમ આઇસોલેસન માં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આજે કોઈ કેસ નોંધાયો નથી. જામનગરમાં કોરોના નું સંક્રમણ ધીમા પગલે સાતત વધી રહ્યું છે. જામનગરના શહેરી વિસ્તાર માં આજે વધુ છ કેસ નોંધાયો છે.
જેમાં ડેન્ટલ કોલેજ માં અભ્યાસ કરતા અને ત્યાં ની જ હોસ્ટેલ માં રહેતા ચાર તબીબી વિધાર્થીઓ જેમાં બે યુવક અને બે યુવતી ના સમાવેશ થાય છે. ઉપરાંત દીગવિજય પ્લોટ વિસ્તાર ના એક મહિલા અને ગ્રીન સિટી વિસ્તાર ના એક મહિલા પણ કોરોના ગ્રસ્ત બન્યા છે. આ તમામ ને હોમ આઈસોલેશન માં જ સારવાર આપવામાં આવી રહી છે. જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી. આજ ની સ્થિતિ એ જામનગર શહેરમાં કુલ 21 એક્ટિવ કેસ છે. જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં બે એક્ટિવ કેસ છે.