રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઘોડીપાસાનો જુગાર રમતા 6 ઝડપાયા : 1 ફરાર

04:51 PM Dec 21, 2023 IST | Bhumika
Advertisement

શહેરની ભાગોળે ગ્રીન લેન્ડ ચોકડી નજીક શિવનગરમાં પોલીસે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડયા હતાં. જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો.જાણવા મળતી વિગત મુજબ, બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગરમાં જગદીશ ઉર્ફે જગો વિભાભાઈ રાતડિયા નામનો શખ્સ ઘોડીપાસાનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ધોડીયાસાનો જુગાર રમતા ફીરોજ અહમદભાઈ અગવાન, કૈલાશ દેવરાજભાઈ ચૌહાણ, રવિ પાંચાભાઈ જીંજરીયા, રણજીત કાનજીભાઈ વાઢેર અને મહેશ રમેશભાઈ બાંભવાની ઝડપી લઈ પટ્ટમાંથી રૂા.13250ની રોકડ કબજે કરી હતી. જ્યારે દરોડા દરમિયાન જુગાર રમાડતો જગદીશ વિભાભાઈ રાતડિયા નાશી છુટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

જ્યારે બીજા બનાવમાં એલસીબી ઝોન-1નો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન બાતમીના આધારે ભાવનગર હાઈ-વે પર આર.કે.યુનિવર્સિટીના ગેઈટ સામેથી કરણ મોહનભાઈ ખુમાણ (રે.શ્યામ કિરણ પાર્ક, માંડાડુંગર) તથા જેસીંગ ઉર્ફે જયસુખ કેશુભાઈ મકવાણા (રે.લીલી સાજડીયાડી, તા.રાજકોટ)ને ઝડપી પાડી 24 બોટલ દારૂ (કિ.રૂા.12000) મળી આવતાં પોલીસે દારૂ અને મોબાઈલ મળી કુલ રૂા.17 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Tags :
crimecrime newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement