ખંભાળિયા સહિતના વિસ્તારોમાંથી પકડાયેલા 6.20લાખના દારૂનો નાશ કરાયો
પ્રાંત અધિકારી સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં દારૂ ઉપર ફેરવાયું બુલડોઝર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સહિતના વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા દેશી-વિદેશી દારૂૂ સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ દારૂૂ અંગેની ડ્રાઇવમાં ઝડપાયેલા વિદેશી દારૂૂના તોતિંગ જથ્થા ઉપર ગઈકાલે સોમવારે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
જે અંતર્ગત અહીંના પ્રાંત અધિકારી કે.કે. કરમટા, ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ, ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયા, ભાણવડના એમ.આર. સવસેટા, સલાયાના વી.એન. સિંગરખીયા, વિગેરે અધિકારીઓની ઉપસ્થિતિમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ખંભાળિયા પંથકમાંથી ઝડપાયેલા રૂૂપિયા 3,69,500 ની કિંમત 982 બોટલ, ભાણવડ પંથકમાંથી ઝડપાયેલી રૂૂપિયા 2,10,200ની કિંમતની 643 બોટલ અને સલાયા વિસ્તારમાંથી ઝડપાયેલી રૂૂપિયા 39,380 ની કિંમતની 156 બોટલ મળી, કુલ રૂૂપિયા 6,19,540 ની કિંમતની વિદેશી દારૂૂની નાની-મોટી 1771 બોટલને અહીંના સરકારી ખરાબામાં ગોઠવીને તેના ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.