નાગેશ્વર રોડના રહેણાક મકાનમાંથી 59 નંગ દારૂની બોટલ મળી
ધંધાર્થીની અટકાયત: અન્ય બે સપ્લાયરના નામ ખુલ્યા
જામનગરમાં નાગેશ્વર રોડ પર રહેતા એક શખ્સના રહેણાંક મકાન પર એલસીબી ની ટુકડીએ દારૂૂ અંગે દરોડો પાડ્યો હતો, અને 59 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી સાથે એક શખ્સની અટકાયત કરી છે, જ્યારે અન્ફય બે સપ્લાયરને ફરારી જાહેર કરાયા છે.જામનગરના નાગેશ્વર રોડ પર વિકાસ બેટરીવાળી ગલીમાં રહેતા દિવ્યરાજસિંહ જીતુભા પરમાર નામના શખ્સના રહેણાંક મકાનના ઇંગલિશ દારૂૂ નો જથ્થો સંતાડવામાં આવ્યો છે, તેવી બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે એલસીબી ની ટુકડીએ દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન ઉપરોક્ત મકાનમાંથી 59 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે રૂૂપિયા 28,600 ની કિંમત નો ઇંગલિશ દારૂૂ કબજે કરી લઇ દારૂૂના ધંધાર્થી મકાન માલિક દિવ્યરાજસિંહ પરમાર ની અટકાયત કરી લીધી છે.જેની પૂછપરછ દરમિયાન દારૂૂ સપ્લાય કરવામાં જામનગરના નિતીન દેવશીભાઈ પરમાર તેમજ લાલજી મનસુખભાઈ મકવાણાના નામ ખુલ્યા હતા, જે બંને આરોપીઓને પોલીસે ફરારી જાહેર કરી તેઓની શોધ ખોળ હાથ ધરી છે.