For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગસરામાં બૂટલેગરના ઘરે કારમાં રાખેલ દારૂની 59 બોટલ ઝડપાઇ

11:24 AM Aug 01, 2024 IST | Bhumika
બગસરામાં બૂટલેગરના ઘરે કારમાં રાખેલ દારૂની 59 બોટલ ઝડપાઇ
Advertisement

રાત્રિ દરમિયાન બગસરા પોલિશ તેમજ અમરેલી એલ સિ બી દ્વારા શહેરના નદિપરા વિસ્તારમાં બાતમીના આધારે બુટલેગરના ઘરે રેડ પાડવામાં આવેલ હતી. ત્યારે આરોપી હિતેશભાઇ વીરાભાઇ બાબરીયાના ઘરે રેડ પડતા તેમની કારમાં રાખેલ વિદેશી દારૂ પકડવામાં આવેલ હતો જેમાં 47 બોટલ રોયલ સ્ટેગ 12 બોટલ રોયલ ચેલેન્જ નામની વીદેશી દારૂૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. અને સાથો સાથ મુદામાલ તરીકે સ્વિફ્ટ કાર પણ જપ્ત કરવામાં આવી હતી. ત્યારે આમ કુલ મળી રૂૂપિયા 1.75 લાખનો વિદેશી દારૂૂની પકડી પાડવામાં આવેલ હતો. જ્યારે આ રેડ દરમીયાન આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો છે. હજુ સુધી પકડાયેલ નથી જ્યારે આ કામગીરી અમરેલી એલ સિ બી પોલીસ ઈન્સ. એ એમ પટેલ તેમજ તેમની ટીમ તથા બગસરા પીઆઇ એમ ડી શાળુકે તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.
(તસવીર: સમીર વિરાણી)

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement