For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલામાં શિક્ષકના ઘરમાંથી દાગીના સહિત 58 હજારની ચોરી

11:42 AM Aug 31, 2024 IST | admin
ચોટીલામાં શિક્ષકના ઘરમાંથી દાગીના સહિત 58 હજારની ચોરી

થોડા સમય પહેલાં જ ડોક્ટરના ઘરમાં ચોરીની ઘટના બાદ બીજો બનાવ

Advertisement

ચોટીલામાં થોડા સમયથી છેવાડાની સોસાયટીઓમાં ચોરી ઘટનાનું પ્રમાણ વધી રહ્યું છે. થોડા સમય પહેલા ડોક્ટરના ઘરમાં ચોરોએ રોકડ અને સોના-ચાંદીના ઘરેણાની ચોરી થઈ હતી. ત્યારબાદ ફરીથી શિક્ષકનું બંધ મકાન ટાર્ગેટ કરવામાં આવતા ચોટીલામાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ચોટીલાના હાઇવે પર આવેલી અમીધારા સોસાયટી રહેતા ઇશ્વરભાઇ જેરામભાઈ સરવૈયા સાયલા તાલુકાના રતનપર ગામે શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

શાળામાં જન્માષ્ટમીમાં તહેવાર રજામાં વિરમગામ સસરાના ઘરે જતા તેમના બંધ મકાનમાં અજાણ્યા ચોરો દ્વારા મકાનનો દરવાજો તોડી ઘરમાં વસ્તુઓ વેરવિખેર કરી હતી. આ બનાવની પાડોશી દ્વારા જાણ કરતા તાત્કાલિક ચોટીલા પહોંચી ઘરની અંદર વસ્તુઓ વેરવિખેર જોતા ચોટીલા પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

તેમાં તપાસ કરતા રોકડ 14,500 સોના-ચાંદીના દાગીના 43,000 અને ઘડિયાળ તેના 1000 મળી કુલ 58,500ની ચોરી થઈ હતી. તેની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે કરતા તેની તપાસો ચોટીલા પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ જાદવ અને પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં ઘણા સમયથી ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement