રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિમાન સાથે બર્ડ હિટની ઘટનામાં 58%નો વધારો

04:32 PM Dec 14, 2023 IST | Bhumika
Advertisement

ગુજરાતના એરપોર્ટમાં બર્ડ હિટની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. આ વર્ષે ઓક્ટોબર સુધી જ ગુજરાતના એરપોર્ટમાં બર્ડ હિટની 114 ઘટના નોંધાઇ છે. જેમાંથી મોટાભાગની અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નોંધાઇ છે. આ વર્ષે બર્ડ હિટની નોંધાઇ હોય તેવા રાજ્યોમાં દિલ્હી, મહારાષ્ટ્ર સૌથી વધુ ઘટના બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે. ગયા વર્ષે 72 બર્ડ હીટની ઘટનાઓ નોંધાઇ હતી. જેમાં 58 ટકાનો વધારો નોંધાયો છે.

Advertisement

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં દરરોજ સરેરાશ 235થી ફ્લાઇટમાં 30 હજારથી વધુ મુસાફરોની અવર-જવર નોંધાતી હોય છે. આ સ્થિતિમાં બર્ડ હિટની વધતી ઘટનાઓ અમદાવાદ એ2પોર્ટ માટે ચેતાવણી સમાન છે. અમદાવાદ એરપોર્ટમાં વર્ષ 2020-21માં ફ્લાઇટના ટેક્ ઓફ-લેન્ડિંગ વખતે બર્ડ હિટની 29 જ્યારે 2022-23માં 38 ઘટના નોંધાઇ હતી. રાહતની વાત એ છે કે, છેલ્લા કેટલાક વર્ષની સરખામણીએ બર્ડ હિટમાં આંશિક ઘટાડો થયો છે. અમદાવાદ એરપોર્ટમાં બર્ડ હિટની ઘટના 2019-20માં 73, 2020-21માં 41 હતી.

આમ, અમદાવાદ એરપોર્ટમાં અવર-જવર કરતી સરેરાશ 10 હજારમાંથી 1 લાઇટમાં બર્ડ હિટ થાય છે તેમ કહી શકાય. અમદાવાદ એરપોર્ટમાંબર્ડહિટ ઉપર અંકુશ મેળવવા માટે દર વર્ષે લાખો રૂૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જેના ભાગરૂૂપે નિયમિતરૂૂપે ફટાકડા ફોડવા, લેઝર ગન્સ-ઝોન ગન્સ, ફેરોસ લાઇટ ટ્રેપ જેવા સાધનના ઉપયોગનો સમાવેશ થાય છે. આમ છતાં બર્ડ હિટ ઉપર અંકૂશ મેળવી શકાયો નથી. સામાન્ય રીતે ચોમાસામાં બર્ડ હિટના કેસ વધારે જોવા મળતા હોય છે. બર્ડ હિટથી મુસાફરોનો જીવ જોખમમાં મૂકાય જ છે તેની સાથે એરક્રાફ્ટને પણ ભારે નુકસાન થતું હોય છે.

Tags :
bird hitsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement