ટ્રાફિક નિયમ ભંગના એક જ દિવસમાં 55 કેસ, 39,600નો દંડ
જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. અને તેમની ટીમ દ્વારા શહેરના લાલ બંગલા સર્કલ થી ગુરુદ્વારા ચોકડી તરફ ના આવતા માર્ગ પર રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યાં ગઈ રાત્રે અનેક વાહન ચાલકો દંડાયા હતા. કુલ ટ્રાફિક નિયમન ભંગ અંગે ના 55 કેસ કરાયા હતા,અને 39,600 ના દંડ ની વસુલાત કરાઈ છે.
જામનગરના સીટી બી. ડિવિઝન ના પી.આઈ. પી.પી. ઝા ની રાહબરી હેઠળ અન્ય પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
લાલ બંગલા સર્કલ થી ગુરુદ્વારા તરફ આવવા માટેનો રસ્તો એક માર્ગીય હોવા છતાં અનેક વાહન ચાલકો ટ્રાફિક નિયમનનો ભંગ કરીને આવતા હોય છે, ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી સિટી બી.ડિવિઝન ની ટીમ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂૂપે ગઈકાલે રાત્રે સાત વાહનચાલકોને ટ્રાફિક નિયમન નો ભંગ કરવા બદલ રૂૂપિયા 5,600 નો હાજર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સીટી બી. ડિવિઝન ની પોલીસ ટીમ દ્વારા કુલ ટ્રાફિક નિયમન ભંગ અંગેના 55 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં છ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા, જયારે એક કારમાંથી ડાર્ક ફિલ્મ દૂર કરવામાં આવી હતી. ડ્રાઇવિંગ લાઇસન્સ વિના 12 વાહન ચાલકો દંડાયા હતા. ઉપરાંત અન્ય 41 જેટલા ટ્રાફિક નિયમન ભંગ અંગેના કેસ કરવામાં આવ્યા હતા, અને કુલ 39,600 નો હાજર દંડ વસુલ કરવામાં આવ્યો હતો.