For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીની નિત્યાનંદ સોસાયટીમાં ગેરકાયદેસર દબાણોનું ડિમોલિશન

12:07 PM Dec 11, 2025 IST | Bhumika
મોરબીની નિત્યાનંદ સોસાયટીમાં ગેરકાયદેસર દબાણોનું ડિમોલિશન

મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત દબાણો હટાવવાની ઝુંબેશ દર બુધવાર હાથ ધરવામાં આવતી હોય છે જેમાં આજે સામાકાંઠે નિત્યાનંદ સોસાયટીમાં કાચા પાકા દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી મ્યુનીસીપલ કમિશ્નરની ઉપસ્થિતિમાં દબાણ હટાવો કામગીરી કરવામાં આવી હતી. મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નીલ ખરેની હાજરીમાં આજે પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશન કામગીરી કરવામાં આવી હતી નિત્યાનંદ સોસાયટી મેઈન રોડ પર આવેલ મકાનના ઓટલા તેમજ છાપરા સહિતના કાચા અને પાકા મકાનો દુર કરવામાં આવ્યા હતા કામગીરી અંગે કમિશ્નરે માહિતી આપતા જણાવ્યું હતું કે આજે ઇસ્ટ ઝોનમાં ડીમોલીશન કામગીરી કરવામાં આવી હતી જે રોડની ગ્રાન્ટ સરકારમાંથી મંજુર થઇ ચુકી છે અને ટેન્ડર પ્રોસેસ ચાલુ છે રોડ વાઈડનીંગ કામગીરી ચાલી રહી છે.

Advertisement

તો વોકળા પરના દબાણો અંગે સવાલ પૂછતાં અનેક દબાણો દુર કર્યા છે અને ધ્યાને આવે તેમ દુર કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું તેમજ દબાણ દુર કર્યા પછી ફરી થવાના પ્રશ્ને અંગે કમિશ્નરે જણાવ્યું હતું કે દબાણ હટાવવાની કામગીરી સતત ચાલતી પ્રક્રિયા છે તમામ રોડ કવર થઇ જશે બાદમાં ફરીથી અમુક રોડ લેવામાં આવશે અને સતત કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું કમિશ્નરે ઉમેર્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement