સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના 54,916 છાત્રોની સેમ-3ની 17મીથી પરીક્ષા
દિવાળીની રજાઓ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરિક્ષાઓનો રાઉન્ડ શરૂ કરવામા આવ્યો છે. જેમાં હાલ બીજા તબકકાની પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. તા.17 ડિસેમ્બરને મંગળવારથી સ્નાતક કક્ષાના સેમેસ્ટર-3ના 54,916 વિદ્યાર્થીઓની પરિક્ષાનો પ્રારંભ થશે જેમાં સૌથી વધારે બીએમાં 20881 અને બી.કોમમાં 17424 પરિક્ષાઓ નોંધાયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના OSD નિલેશ સોનીએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતકમાં અભ્યાસ કરતા 54,916 વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી તારીખ 17 ડિસેમ્બરથી શરૂૂ થશે. જેમાં અમૂક કોર્સની માત્ર 2 દિવસ તો અમૂકની 7 દિવસ પરીક્ષા ચાલશે.પરીક્ષાનો સમય સવારે 10:30થી 1:30 તો બપોરનો 2:30થી 4:30 સુધીનો હશે. 157 પરીક્ષા કેન્દ્રો ઉપરથી આ પરીક્ષા લેવામાં આવશે જેમાં અંદાજે 75 જેટલા ઓબ્ઝર્વર મોનિટરિંગ કરશે.
પરીક્ષામાં ગેરરીતીના કિસ્સાઓ વધી ગયા હતા. દરમિયાન સીસીટીવીના આધારે પ્રાઇવેસી ભંગ થતી હોવાનુ કારણ આપી અગાઉ CCTVબંધ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં વિવાદ થતા ફરી વેબસાઈટ ઉપર પરીક્ષાના સીસીટીવી મૂકવાનું શરૂૂ કરાયું.
જોકે હાલના કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડિયાએ ચાર્જ સંભાળ્યા બાદ લેવામાં આવેલી પ્રથમ પરીક્ષામાં પરીક્ષાના સીસીટીવી વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યા ન હતા અને હવે 17 ડિસેમ્બરથી શરૂૂ થઈ રહેલી પરીક્ષામાં પણ વેબસાઈટ ઉપર સીસીટીવી મૂકવામાં નહીં આવે અને તેના માટે નવા સર્વરનું બહાનું આગળ હાથ ધરવામાં આવ્યું છે. એટલે કે, આ રીતે કોઈપણ વિવાદ ન થાય તો હવે આગામી તમામ પરીક્ષાઓના CCTVવેબસાઈટ ઉપર મૂકવામાં ન આવે તેવું પણ બને.