21 વર્ષની યુવતીને ગોવા, ફાર્મહાઉસ અને ઓફિસમાં અડપલાં કરનાર 54 વર્ષનો ટ્રાવેલ્સ સંચાલક પકડાયો
યાજ્ઞિક રોડ ઉપર ટ્રાવેલ્સની ઓફીસ ધરાવતા 54 વર્ષના ઢગાએ ઓફિસમાં નોકરી કરતી યુવતીને તેના ફાર્મ હાઉસ તેમજ ગોવા લઈ જઈ શારિરીક અડપલા કરી છેડતી કરી હોવાની પ્ર.નગર પોલીસમાં ફરીયાદ નોંધાયા બાદ પોલીસે ગુનોં નોંધી ઢગાની ધરપકડ કરી તેનું મેડીકલ કરાવવા તજવીજ હાથ ધરી છે.
ભોગ બનનાર 21 વર્ષીય યુવતીએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં ડે.કે. ફોરેઝી નામની ટ્રાવેલ્સ કંપની ચલાવતા હિમાશું મનહરલાલ શાહ(ઉવ 54)નું નામ આપ્યું છે.ફરીયાદમાં જણાવ્યું હતું કે, યુવતી હિમાંશુની ટ્રાવેલ્સ કંપનીમાં મે 2023થી નોકરીએ રહ્યા બાદ પ્રથમ ટેલીકોલર તરીકે ત્યાં કામ કરતી હતી ત્યારે તેનો પગાર રૂૂ.9 હજાર હતો બાદમાં કામથી ખુશ થઈ હિમાંશુએ પગાર વધારી રૂૂ.13 હજાર કરી દીધો હતો.
54 વર્ષનો હિમાંશુ યુવતીને કારમાં રાજકોટથી મોરબી જતો ત્યારે બિભત્સ વાતો કરી અડપલા કરતો પરંતુ મજબુરીના કારણે મુંગા મોઢે સહન કરતી રહી હતી 31 ઓકટોબર 2023 થી 20 જાન્યુઆરી 2024 દરમ્યાન યાજ્ઞિક રોડ પર આવેલ તેની ઓફીસે તેમજ તેના ફાર્મહાઉસે તેમજ ફલાઈટમાં ગોવા લઈ જઈ યુવતી સાથે શારિરીક અડપલા કર્યા હતા.
ડિસેમ્બર 2023માં તેના એપાર્ટમેન્ટમાં લઈ જઈ બળજબરીથી દારૂૂ પીવડાવ્યો હતો. તેમજ હિમાંશુના સાળા સાગર દોશીના મકાને લઈ જઈ દારૂ પી અડપલા કરી બળજબરીથી ફરીવાર દારૂૂ પીવડાવ્યો હતો યુવતીની આર્થિક સ્થિતી નબળી હોવાના કારણે હિમાંશુએ તેનો ફાયદો ઉઠાવી અવાર-નવાર પોતાની હવસ સંતોષવા અડપલા કર્યા હોવાની ફરીયાદ નોંધાવતા પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ ભાર્ગવ ઝણકાત સહીતે ગુનો નોંધી 54 વર્ષના હિમાંશુને ઝડપી લઇ તેનું મેડીકલ કરાવવા તજવીજ હાથ ધરી છે.