ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

42 કરોડમાં બનેલો બ્રિજ તોડવાનો ખર્ચ 52 કરોડ!

05:15 PM Sep 13, 2024 IST | admin
Advertisement

અમદાવાદમાં 2017માં બનેલા હાટકેશ્ર્વર બ્રિજે કોર્પોરેશનની આબરૂના ધજાગરા કર્યા

Advertisement

ગુજરાતના આર્થિક કેપીટલ અમદાવાદમાં શાસકોની આબરૂના ભડાકા કરનાર હાટકેશ્ર્વર 2017માં રૂા.42 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજને તોડી પાડવા માટે રૂા.52 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

અમદાવાદમાં વર્ષ 2017માં જ બદેલો હાટકેશ્વર બ્રિજ જર્જરિત હોવાથી છેલ્લા બે વર્ષથી બંધ છે. .અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે માથાનો દુ:ખાવો બની ગયેલો આ બ્રિજ તોડી પાડવા ચાર વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા , . આ બ્રિજ વર્ષ 2017માં અજય ઈન્ફ્રા નામની કંપની દ્વારા 42 કરોડ રૂૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. ત્યારે અજય ઈન્ફ્રાએ દાવો કર્યો હતો કે આ બ્રિજની ઉંમર 100 વર્ષ હશે.

પરંતુ તેના નિર્માણના માત્ર 5 વર્ષ બાદ જ આ બ્રિજની મજબૂતાઈ પર સવાલો ઉઠવા લાગ્યા હતા. આ બ્રિજની સ્ટેબિલિટી ટેસ્ટ કરાવવામાં આવી હતી, જેના અલગ-અલગ એજન્સીઓએ આપેલા અહેવાલો મુજબ આ પુલના નિર્માણમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થતાં આ પુલને વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો અને હાટકેશ્વર બ્રિજ બનાવનાર કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવેલી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં મહાનગરપાલિકાએ આ પુલને તોડવા માટે ચાર વખત ટેન્ડર બહાર પાડ્યા હતા, પરંતુ ત્રણ ટેન્ડરમાં પણ કોઈ કંપની જર્જરિત પુલ તોડવા તૈયાર નથી. આખરે ચોથી વખત સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ફરી એકવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. હવે રાજસ્થાનની કંપની રૂૂ.52 કરોડનો વર્ક ઓર્ડર લઈને જર્જરિત પુલ તોડવાની તૈયારી કરી રહી છે. વર્ષ 2017માં 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે 52 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

આગામી બે સપ્તાહમાં તમામ નિયમો મુજબ પુલ તોડી પાડવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવશે. આ પુલને તોડવામાં 18 મહિનાનો સમય લાગશે. જેના માટેનો ખર્ચ આ બ્રિજ બનાવનારી કંપની અજય ઈન્ફ્રા પાસેથી વસૂલવામાં આવશે.

Tags :
ahemdabadnewsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement