For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એપ્રિલથી જૂન સુધીમાં 50,298 GST નંબર રદ

04:06 PM Aug 05, 2024 IST | Bhumika
એપ્રિલથી જૂન સુધીમાં 50 298 gst નંબર રદ
Advertisement

ગુજરાતમાં 58% ધંધા બંધ થવાથી નંબર કેન્સલ, ફુલગુલાબી અર્થતંત્રની નવી વાસ્તવિકતા

ગુજરાતમાં ઉદ્યોગ સાહસિકતાને પગલે વર્ષોથી નવી કંપનીઓ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે ખોટા રજીસ્ટ્રેશનની વધતી જતી ઘટનાઓને કારણે વ્યવસાયોને નુકસાન થઈ રહ્યું છે. તેવા સમયે રાજ્યમાં ઘણા GST ઓળખ નંબરો (જીએસટીન) પણ રદ થયા છે. આ વર્ષે એપ્રિલથી જૂન સુધીમાં 50,298 જીએસટીન રદ થયા છે.

Advertisement

ગત નાણાકીય વર્ષમાં એપ્રિલ 2023 થી માર્ચ 2024 સુધી, 93,613 જીએસટીન રદ કરવામાં આવ્યા હતા.રાજ્યના એસજીએસટી SGST વિભાગના ડેટા અનુસાર તેમાંથી 29,110 વ્યવસાયો સંબંધિત એકમની અરજી વ્યવસાય બંધ થતા કરવામાં આવી હતી. આનો અર્થ એ છે કે વ્યવસાયો બંધ થયા છે અથવા તો મર્જ થયા છે. આ પ્રકારના વિવિધ કારણો સાથે ગુજરાતમાં 2024-25માં જૂન સુધી કુલ 50,298 વ્યવસાયના જીએસટી રજીસ્ટ્રેશન રદ કરાયા છે.

સૂત્રોએ જણાવ્યું કે, લોકો ઘણીવાર સારા વેપારની અપેક્ષા રાખીને સ્વેચ્છાએ જીએસટીન મેળવે છે. અમુક કિસ્સાઓમાં, વસ્તુઓ કામ કરતી નથી અને આવા વેપાર અથવા વ્યવસાયને વારંવાર રિટર્ન ફાઇલ ન કરવા બદલ ભારે દંડનો સામનો કરવો પડે છે. પરિણામે ઘણાએ તેમના જીએસટીન સરન્ડર કર્યા છે. એસજીએસટી વિભાગના એક સૂત્રએ જણાવ્યું હતું.

આ દરમિયાન છેલ્લાં કેટલાંક વર્ષોમાં મર્જર, એક્વિઝિશન અને કોન્સોલિડેશન મોટા પાયે થયાં હતાં. જેના કારણે જીએસટીન સરન્ડર કરવામાં આવે છે. આ ઉપરાંત જે લોકો ચોક્કસ ક્ષેત્રોમાં આર્થિક રીતે પગભર નથી થઈ શકતા તે પણ વ્યવસાયો બંધ કરી દે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement