For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફાયર NOC માટે 5000થી 25000 ફી

01:43 PM Aug 22, 2024 IST | Bhumika
ફાયર noc માટે 5000થી 25000 ફી
Advertisement

ફાયર સેફટી ઓફિસર્સની ફીનું માળખું જાહેર, મનફાવે તેવા ભાવો લઇ નહીં શકે

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી સહીતના મુદે સર્જાયેલ સ્થિતિનો લાભ લઇ ભ્રષ્ટાચાર ચાલુ જ રહેતા રાજયની અગ્નિ નિવારણ સેવાઓની કચેરી દ્વારા સમગ્ર રાજયમાં ફાયર ઓફિસર માટે ફીના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જો કે ફાયર ઓફિસરોની જવાબદારી નકકી કરવામાં છટકબારીઓ હોવાથી નવો જ વિવાદ સર્જાયો છે.

Advertisement

રાજય સરકાર દ્વારા ફાયર ઓફિસર દ્વારા ઇસ્યુ કરવામાં આવતા સર્ટિફિકેટની ફી નીયમ કરવામાં આવી છે. અગાઉ આવી ફી માટે કોઇ ધારા-ધોરણો કે નિયમો નહીં હોવાથી મન પડે તે રીતે ફી વસુલવામાં આવતી હતી. જો કે, નવા નિયમમાં પણ ફાયર ઓફિસરની હદની મર્યાદા નકકી કરવામાં આવી નથી અને નિયત ફી ઉપરાંત કોઇ પૈસા પડાવે તો તેની સામે શું પગલા ભરવા તેમજ ખોટા એનઓસી ઇશ્યુ કરે તો જવાબદારી શું નક્કી કરવી તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

એફએસઓ માટે હદ નક્કી કરાઇ ન હોવાથી અન્ય શહેરમાં જશે તો તેને ચાર મોકડ્રીલ સહિતનો ખર્ચ પાંચ હજારમાં પરવડશે કે નહીં ? તેની સ્પષ્ટતા નહીં હોવાથી ભ્રષ્ટાચારને વેગ મળવાની આશા વ્યક્ત કરાઇ રહી છે.સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા એફએસઓ માટે નક્કી કરાયેલા ફી સ્ટ્કચર મુજબ અ ગ્રેડના એફએસઓની 15 હજાર, જી ગ્રેડના એફએસઓની 5 હજાર અને એસ ગ્રેડના એફએસઓની 25 હજાર ફી નક્કી કરાઇ છે. અત્યાર સુધી ફી નક્કી નહીં હોવાથી આડેધ ફી વસુલાતી હતી. પરંતુ ફી નક્કી થયા પછી પણ આડેધડ રકમ લેવાનો સિલસિલો ચાલુ રહેવાનું નિષ્ણાંતોએ ધારણ વ્યક્ત કરી છે.

કારણ કે એક બિલ્ડીંગ કે સમગ્ર ફલેટની એનઓસીની ફી 5 હજાર લેવા અંગે કોઇ સ્પષ્ટતા નથી. 13-12-24થી એફએસઓની નિમણૂંક કર્યા પછી એનઓસીમાં બિલ્ડીંગના ફલોર વધારી દેવાયું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આવી અનેક ક્ષતિઓ પછી પણ સરકાર જાગૃત ન થતાં લોકોની સાથે સ્થાનિક તંત્રના ચીફ ફાયર ઓફિસરોની મુશ્કેલી વધશે. કચેરીએ સ્પષ્ટતાઓ સાથે પરિપત્ર કર્યા વગર માત્ર ફી સ્ટ્રકચર તૈયાર કરી દેતા હવે ફી બાબતે એફએસઓ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ સર્જાશે. એફએસઓની એનઓસીમાં ક્રોસ વેરિફિકેશન કરીને સહી કરવાની જવાબદારી હોવા છતાં મોટાભાગના ચીફ ફાયર ઓફિસરો સહી કરતા નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement