રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતીઓ આ મહિને 500 કરોડનું ફરાળ ઝાપટી ગયા

12:00 PM Aug 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બટાકા-કેળા વેફર, ફરાળી ચેવડા, સાબુદાણાની ખીચડી સહિતની માંગમાં ભારે વધારો: કુલ સ્નેકસનું રાજ્યમાં રૂા.2000 કરોડનું માર્કેટ

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકો ઉપવાસ-એકટાણા વધારે કરતા હોય છે. આ જ કારણે આ મહિના દરમિયાન બટાકા વેફર, કેળા વેફર, ફરાળી ચેવડો, સાબુદાણા સહિતના ફરાળી નાસ્તાનું વેચાણ વધી જાય છે. પેક્ડ નાસ્તાના બનાવતી અગ્રણી કંપનીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં શ્રાવણ મહિના દરમિયાન અંદાજે રૂૂ. 400-500 કરોડના લૂઝ અને પેક્ડ ફરાળી નાસ્તાનું વેચાણ થઇ જવાનો અંદાજ છે.

ભારતમાં સ્નેક્સ માર્કેટ આશરે રૂૂ. 60,000 કરોડનું છે. જેમાં ગુજરાતનો શેર 20% આસપાસ હોવાનું જાણકારો માને છે. રાજ્યનું પેક્ડ સ્નેક્સનું માર્કેટ અંદાજે રૂૂ. 10,000-12,000 કરોડનું છે. ગુજરાતમાં વેર્ફ્સનું ઉત્પાદન કરતી કંપનીઓ વધુ છે અને અહીંથી દેશભરમાં સપ્લાય થાય છે.શ્રાવણ મહિનો હોવાથી ફરાળી નાસ્તાની માગ વધી છે અને તેને ધ્યાનમાં રાખી ઉત્પાદકોએ 20-30% સ્ટોક પણ વધારી દીધો છે.

આ મહિનામાં ફરાળી આઈટમોમાં ખાસ કરીને બટાકા વેર્ફ્સની માગ સૌથી વધુ રહે છે. આ ઉપરાંત ફરાળી ચેવડો પણ વધુ ખવાય છે. સામાન્ય દિવસોની સરખામણીએ વેફરનું વેચાણ અંદાજે ત્રણ ગણું અને ચેવડાની માગ બમણી થઇ છે. દુકાનોમાં મળતી લુઝ તેમજ પેક્ડ મળીને અંદાજે રૂૂ. 400-500 કરોડની ફરાળી વસ્તુઓનું વેચાણ આ મહિનામાં થઇ જશે. આ સાથે જ શ્રાવણ દરમિયાન રૂૂ. 30-40ના મોટા પેકનું વેચાણ વધુ થયું છે જયારે સામાન્ય દિવસોમાં રૂૂ. 10ના પેકિંગનું વેચાણ વધુ રહે છે.

શ્રાવણ મહિનો આવે એટલે ફરાળી નાસ્તાની માગ વધશે તેનો અંદાજ પહેલાથી જ હોય છે. આથી મોટી બ્રાંડ હોય કે પછી નાના દુકાનદાર, દરેક લોકો માગને પહોચી વળવા માટે આગોતરા તૈયારી રૂૂપે 20-30% વધારે સ્ટોક્સ કરી રાખે છે. ડિસ્ટ્રિબ્યૂટર્સ અને રિટેલર્સ પણ એડવાન્સમાં ઓર્ડર બૂક કરાવી દે છે. બીજી તરફ્ બિન ફરાળી નાસ્તાનું વેચાણમાં માસિક ધોરણે વધઘટ થતી હોય તે આ મહિના દરમિયાન સ્થિર રહે છે. સારી માગ હોવા છતાં પેક્ડ નાસ્તાના ભાવમાં કોઈ વધારો થયો નથી.

શ્રાવણ મહિનામાં ફરાળી નાસ્તાનું માર્કેટ સામાન્ય કરતા 25-30% જેટલું વધી જાય છે. પહેલા લોકો ઘરે ફ્રાળ બનાવતા હતા પણ હવે લોકો બહારથી લેવાનું વધુ પસંદ કરે છે. પેક્ડ ફૂડમાં લોકોની સગવડતા સાચવી જતી હોવાથી તેની વેચાણ વધુ હોય છે. ઓફ્સિમાં ભૂખ લાગે તો વેફર કે ફરાળી ચેવડાનું પેકેટ ખોલીને લોકો ખાઈ લે છે. આવનારી માગ મુજબ સપ્લાય જળવાઈ રહે તે માટે ઉત્પાદકો એડવાન્સમાં વધારે સ્ટોક કરતા હોય છે.

Tags :
foodgujaratgujarat newssnacks
Advertisement
Next Article
Advertisement