For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકમેળા નામકરણ સ્પર્ધામાં 500 અરજી, કાલે છેલ્લો દિવસ

03:41 PM Jul 30, 2024 IST | admin
લોકમેળા નામકરણ સ્પર્ધામાં 500 અરજી  કાલે છેલ્લો દિવસ

ફોર્મ સ્વીકારવાની આજે અંતિમ તારીખ: 318 ફોર્મ ભરાઈને પરત આવ્યા: સાંજે લોકમેળા સમિતિની રિવ્યુ બેઠક

Advertisement

રાજકોટ શહેરમાં રેસકોર્સના મેદાનમાં આગામી જન્માષ્ટમી નિમિત્તે તા.24 ઓગસ્ટ, 2024 થી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા લોકમેળાનું આકર્ષક શીર્ષક મેળવવા માટે સ્પર્ધા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે અત્યાર સુધીમાં 500 જેટલી અરજીઓ મળી રહી છે. બીજી બાજુ આજે લોકમેળાના સ્ટોલ અને યાંત્રિક રાઈડોના ફોર્મ ભરવાની પણ અંતિમ દિવસ છે અને સાંજે કલેકટરના અધ્યક્ષસ્થાને લોકમેળાની રિવ્યુ મીટીંગ લેવામાં આવશે. જેમાં 19 સમિતિના સભ્યો હાજર રહેશે.

વહીવટી તંત્ર દ્વારા નગરજનોને આકર્ષક શીર્ષક આપવા નિમંત્રણ પાઠવવામાં આવતા આજ સુધીમાં 500 થી વધુ નામો સુચવવવામાં આવ્યા છે. જેનો આવતીકાલ તા. 31 જુલાઈના રોજ છેલ્લો દિવસ હોઈ હજુ પણ જે લોકો મેળાનું નામકરણ સૂચવતા માંગતા હોય તેઓએ હજ્ઞસળયહફ ફિષસજ્ઞલિંળફશહ.ભજ્ઞળ પર ઈ-મેલ થી નામ મોકલી આપવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

Advertisement

રાજકોટ શહેરમાં પ્રતિવર્ષ પવિત્ર શ્રાવણ માસના રાંધણ છઠ્ઠથી લોકમેળો યોજવામાં આવે છે. આ મેળાનું સમગ્ર આયોજન લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષનો લોકમેળો તા.24 ઓગસ્ટ થી તા. 28 ઓગસ્ટ સુધી યોજાનાર છે. ત્યારે રાજકોટ, સૌરાષ્ટ્રની આગવી ઓળખ પ્રતિબિંબિત કરતા શીર્ષક સાથે વર્ષ 2024 નો લોક મેળો યોજાશે.

આ પૂર્વે ‘રંગીલો લોકમેળો’, ‘રસરંગ લોકમેળો’, ‘મલ્હાર લોકમેળો’, ‘જમાવટ લોકમેળો’ જેવા નામ સાથે લોકમેળા યોજાયા છે. નામકરણ માટે શીર્ષક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્ય હોવું જોઇએ. વધુમાં વધુ બે શીર્ષક મોકલી શકાશે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, પરિવેશ, રહેનસહેન, લોકજીવનને અનુરૂૂપ હોવું જોઇએ.

એન્ટ્રી મોકલનારા સ્પર્ધકે સુવાચ્ય અક્ષરમાં પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર લખવાનો રહેશે. ઇ-મેઇલથી મોકલનાર સ્પર્ધકે પણ સરનામુ અને સંપર્ક નંબર અચૂક લખવાનો રહેશે. આ સ્પર્ધામાં કોઇ પણ નાગરિક ભાગ લઇ શકશે. પ્રાપ્ત થયેલી એન્ટ્રીમાંથી લોકમેળા સમિતિ દ્વારા આખરી શીર્ષક પસંદ કરવામાં આવશે. પસંદગી બાબતે લોકમેળા સમિતિનો નિર્ણય આખરી ગણાશે. સ્પર્ધકે પોતાની એન્ટ્રી ઇ-મેઇલ હજ્ઞસળયહફ ફિષસજ્ઞલિંળફશહ.ભજ્ઞળ પર તા. 31/07/2024 સુધીમાં મોકલવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલી એન્ટ્રી ધ્યાને લેવામાં આવશે નહીં તેમ જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે. લોકમેળામાં અત્યાર સુધીમાં બે વખત ફોર્મ સ્વિકારવાની સમય મર્યાદા વધારવામાં આવી હતી. આજે ફોર્મ ભરવાની આખરી તક રાખવામાં આવી છે. ગઈકાલે એક જ દિવસમાં 121 ફોર્મ ઉપડયા હતાં. જ્યારે બે જ ર્ફોમ ભરાઈને આવ્યા હતાં. અત્યાર સુધીમાં માત્ર જુદી જુદી કેટેગરીમાં 318 જેટલા ફોર્મ ભરાઈને પરત આવ્યા છે.

કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને આજે સાંજે લોક મેળા સમિતિની રિવ્યુ બેઠક રાખવામાં આવી છે. જેમાં 19 સમિતિના સભ્યો અને હોદ્ેદારો ઉપસ્થિત રહેશે. જ્યારે સાંજે લોકમેળાનો લેઆઉટ પ્લાન પણ ફાઈનલ કરી દેવામાં આવશે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement