For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદની 50 શાળાઓએFRCની મંજૂરી વગર ફી વસૂલી

05:27 PM May 20, 2025 IST | Bhumika
અમદાવાદની 50 શાળાઓએfrcની મંજૂરી વગર ફી વસૂલી

DPEOની તપાસમાં ધડાકા બાદFRCને રિપોર્ટ, વાલીઓને લૂંટાતા બચાવવા કડક કાર્યવાહીની માગણી

Advertisement

અમદાવાદની 50 શાળાઓએ ફી મંજુર કરાવ્યા વગર જ ફી વસુલી લીધી હોવાનુ સામે આવ્યુ છે. આ સમગ્ર મામલે એફઆરસી દ્વારા અમદાવાદના ડીઇઓ-ડીપીઓને રિપોર્ટ રજુ કરવા માટે આદેશ કરવામા આવ્યા હતા. અમદાવાદ DPEO એ તપાસ કરાવતા 50 આવી શાળાઓ મળી આવી છે. જે અંગેનો રીપોર્ટFRCમાં કરી દેવાયો છે.

શાળાઓએ પ્રાથમિક નિયત થયેલ ફી કરતા વધારે ફી લેવી હોય તો ફી રેગ્યુલેટરી કમિટીની મંજૂરી હોવી જરૂરી છે. જો કે અનેક શાળાઓFRCના નિયમોને ઘોળીને પી ગઈ હોય એવી સ્થિતિ સામે આવી રહી છે. અમદાવાદની 50 એવી શાળાઓ સામે આવી છે કે જેમને પ્રાથમિક કે માધ્યમિક શાળા માટેની ફી મંજુર કરાવી હતી જો કે પ્રિ પ્રયમરીની ફી મંજુર કરાવી ના હતી.નિયમ મુજબ જે શાળાઓ મુખ્ય શાળાની સાથે પ્રિ પ્રાયમરી શાળા પણ ચલાવતી હોય તેવી શાળાઓએFRCમાં ફી મંજુર કરાવવી ફરજીયાત છે.

Advertisement

છતા શહેરની નામાંકિત શાળાઓએ મનમાની કરીનેFRCમાં ફી મંજુર ન કરાવી હોવાનુ સામે આવ્યુ છે.FRCના ધ્યાનમાં આવ્યુ હતુ કે અમદાવાદ ઝોનમા આવેલી અનેક શાળાઓ કે જેઓ પ્રિ પ્રાયમરી સેક્શન ચલાવતા હોવા છતા પણ ફી રેગ્યુલેટરીમાં કરાતી દરખાસ્તમાં તે દર્શાવતા ન હતા. ત્યારે આ સમગ્ર મામલે તપાસનો આદેશ ડીઇઓ અને ડીપીઓને કરવામા આવ્યો હતો. શરૂઆતમાં ઉદ્દગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, અને સત્વ વિકાસ સ્કૂલ દ્વારા કોઇ દરખાસ્ત કરવામા આવી ન હતી, પરંતુ ડીઇઓના આદેશ બાદ આ સ્કૂલોએ દરખાસ્ત કરી છે. આ ઉપરાંત અમદાવાદના શહેર અને ગ્રામ્ય વિસ્તારમા આવેલી.

નિર્માણ હાઇસ્કૂલ, નવરંગ હાઇસ્કૂલ, સહજાનંદ સ્કૂલ, એસ એસ ડિવાઇન હાઇસ્કૂલ, ઇન્ડીયન પબ્લીક સ્કૂલ સાણંદ, ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ, એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ધોળકા, પ્રેમ વિદ્યાવિહાર સ્કુૂલ, નાલંદા વિદ્યાલય, લીટલ એન્જલ પ્લે સ્કૂલ, સાધના વિનય મંદીર, સત્યસાઇ વિદ્યામંદીર, લીટલ ફ્લાવર સ્કૂલ, મધરલેન્ડ સેક્ધડરી સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ હાયરસેક્ધડરી સ્કૂલ,સહીતની 50 સ્કૂલોનો રિપોર્ટFRCમાં સબમીટ કરવામા આવ્યો છે.FRCના નિયમો ભંગ કરનાર શાળાઓની હાલ તો તમામ વિગતો માંગવામા આવી છે. ત્યારે આગામી સમયમાં આ શાળાઓને દંડ કરવામા આવી શકે છે. ગત મહિને પણ એફઆરસીની નિયમોનો ભંગ કરનાર 9 શાળાઓને 25 હજારનો દંડ ફટકારવામા આવ્યો હતો ત્યારે આ શાળાઓ સામે શુ કાર્યવાહી થાય છે તે મહત્વનું રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement